________________ આત્મામાં અસ્થિરતા સર્જાય છે. પોતાને જાણ્યા વિના આત્મા પરમાં જાય છે એટલે નુકશાન મોટુ છે. જ્ઞાન પોતાને જાણનારુ અને પોતાના ગુણોમાં રમણ કરનારુ હોવુ જોઈએ. આ બે કાર્ય આરાધનામાં સતત જોઈએ. જો સમજીને મજબૂત થઈને આરાધના કરી હોય તો મોક્ષમાળપહેરતી વખતે ગુરુ મહારાજ માળ પહેરાવે ત્યારે મોહના કૂચ્ચા ઉડાવીને ચારિત્રલેવાના પરિણામ જાગી જાય અને કેવળજ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય. “જ્ઞાન પ્રકાશે, મોહ તિમિર હરે, સદગુરુ કેરો સૂર, તો તે નિજ સત્તાએ દેખે, ચિદાનંદ ભરપૂર.” પૂર્ણાનંદની શોધમાં લાગી જઈને તેને જ માણવાનું પ્રણિધાન પૂર્વક પ્રવર્તે છે તે જ સદગુરુ અને તે જ જગતને ચિદાનંદની પ્રાપ્તિનો ઉપાય બતાવી શકે. પ્રથમના 4 ગુણસ્થાનક જ્ઞાન પ્રધાન છે જ્ઞાન જેમ જેમ નિર્મળ થતુ જાય તેમ તેમ ગુણસ્થાનકમાં આગળ વધે છે. પછીના ગુણસ્થાનક આચારપ્રધાન છે. જ્ઞાનના 8 આચાર છે તેમાં ઉપધાન પણ એક આચાર છે. વિધિપૂર્વક ગુરુ પાસેથી સૂત્ર અને અર્થમેળવીને તે સ્વરૂપે આપણે બનવાનું છે. પ્રથમ નવકાર ઉપધાન છે અને બાકીના તમામ ઉપધાન પણ પંચપરમેષ્ઠીની સિદ્ધિ માટે જ છે. પઢમં હવઈ મંગલ માટે જ છે. એ કયારે થશે? સર્વ પાપ નાશરૂપ અને સર્વપરવિભાવથી રહિત એવી આત્માની શુદ્ધ અવસ્થારૂપસિદ્ધ અવસ્થા એ પરમ -મંગળરૂપ છે. ક્રિયાને છોડવાની નથી પણ એને જ્ઞાનાત્મક બનાવવાની છે. ક્રિયા . રુચિ સમ્યકત્વ પણ કહ્યુ છે. 10 પ્રકારના સમ્યકત્વમાં સૂત્ર-અર્થ-ક્રિયા વિ. ત્રણ શલ્યમાં મિથ્યાત્વ મૂળિયું છે, માયા ને નિયાણું એ બે શલ્ય મિથ્યાત્વના શરણે છે. મોહ આત્માનો સંગ, આત્માનો રંગને આત્માની રમણતા છોડાવીને જ્ઞાનસાર || 148