________________ નિર્ણય થયો નથી તેથી જ ધર્મના સ્થાનમાં રહીને પણ સ્વભાવ - સ્વરૂપ ધર્મને પામવાની આરાધના કરતા જ નથી માટે જ જ્ઞાનીઓએ આપણને કુલટા સ્ત્રીથી પણ અધિક ખરાબ કહ્યા. જૈનોનીદ્રવ્ય ક્રિયા ભાવક્રિયાને લાવનારી હોય જેમાં આત્મ ધર્મનો અભિલાષ નથી તો તેક્રિયા ભાવક્રિયા બનતી નથી. અનુમોદનીય બનતી નથી ઓધથી પણ આત્માને સમજે કે મારે મારૂ આત્મકલ્યાણ કરવું છે. હૃદયમાં સ્થિરતા નહોય તો ધર્મક્રિયાઓ પણ કલ્યાણનું કારણ બનતી નથી. જે રીતે કુલટા સતી બનતી નથી. ભાવ ક્રિયાનું કારણ બનતી નથી, તે ધર્મ ક્રિયાનું મહત્ત્વ નથી. દ્રવ્ય ક્રિયા કેટલાકને પરંપરાએ ભાવ-ધર્મનું કારણ બને છે. કોને બને? ધર્મનો ભાવ છે. પણ ધર્મનો વિશેષ બોધ નથી, વિધિ જાણતા નથી, ચિત્તની એકાગ્રતા નથી, ઉપયોગ નથી પણ મોક્ષ માટે ધર્મ કરાય એટલું જ જાણે છે. તો તેવા આત્માઓને તે ધર્મ ક્રિયા લાંબા ગાળે ભાવધર્મનું - આત્મકલ્યાણનું કારણ બને છે. લોકસંજ્ઞાથી ધર્મનો આરંભ કર્યો ને પછી સાચી સમજણ આવી તો તેનો આશય ફરી જાય અને સમજણપૂર્વક આરાધના કરે તો તેને લાભ થાય. ત્રણ પ્રકારની ક્રિયા (1) હેતુશુદ્ધ (2) સ્વરૂપશુદ્ધ (3) અનુબંધ શુદ્ધ અમુક પર્વતાદી સ્થાનેથી ઝંપાપાત કરવાથી કે બરફમાં ઓગળી જવાથી કે કરવત મુકાવવાથી મુક્તિ મળે, આમ માત્ર મુક્તિના આશયથી ક્રિયા કરે છે તેનો હેતુ આશય શુદ્ધ છે પણ ક્રિયા હિંસાવાળી છે પણ લાંબાગાળે એને મુક્તિનું કારણ બને છે અભવિને કદી આશય શુદ્ધિ થતી નથી. ધર્મ તત્ત્વ સ્વરૂપથી સમજીને - તે પ્રમાણે ધર્મ કરતાં થાઓ તો તે સફળ બને છે. તત્ત્વને સ્વરૂપથી ન સમજ્યા તો, તેના પરિણામમાં ન આવ્યાને . માત્ર આચારમાં કે બાહ્ય ક્રિયામાં કે વિધિમાં અટવાઈ ગયા. પ્રણિધાન દરેક આરાધનામાં શરૂઆતમાં જ મુકવામાં આવ્યુ છે. ઈચ્છા કારેણ સંદિ સહ ભગવદ્ ચૈત્યંદન કરું? દેવસિય પડિક્કમણે ઠાંઉ? ઈરિયાવહિયં પડિક્કમામિ? જ્ઞાનસાર // 146