________________ સંસારમાં રહેવું પડે તો રહેવું પણ માન્યતામાં તો સંસારને હેય જ માને, રહેવા જેવું તો નથી જ તો ભાવયોગી બની શકે. દ્રવ્ય અને ભાવ બંને સંસાર છે. જયાં આત્માનું સ્વરૂપ નહી ને સ્વભાવ નહી તે સંસાર જ છે. મોક્ષમાં સ્વરૂપને સ્વભાવ બેજવસ્તુ છે. ત્રણેયોગમાં સ્થિરતા એકતા થઈ તેવા યોગીઓ સમ સ્વભાવવાળા બને. ગમે તેવા સંયોગોથી એ પર થયેલાં હોય છે. જીવ અને જડપ્રત્યે સમભાવ કેળવવાનો છે. એવો જયારે એને ખ્યાલ આવે ત્યારે બધા જ એની માટે સમાન બની જાય છે પરની પણ એ સહાય લઈ લે છે. અભ્યાસ દ્વારા એનિમિત્તોથી પર થઈ ગયેલો છે. આત્મગુણનો નિર્ધાર કરીને, સ્થિરતા કરીને રમણતા કરવાની છે. | મુનિ જ્ઞાનમય બનેલો હોય, જ્ઞાનના પરિણામમાં રમતો હોય જ્ઞાન અને સમતા મુનિમાં રમતી હોય એ બહારમાં કયાંયદોડતા નથી, એનું કારણ શું? એને કંઈપણ મેળવવું જ નથી મુનિના મુખમાંથી “ધર્મલાભ' સિવાય બીજુ કાંઈ નીકળે નહી. * નિગ્રંથ મુનિ કોણ બની શકે? નિઃસ્પૃહતા, આત્મલાભસિવાય બીજું કાંઈ ન જોઈએ. ભાવ અવસ્થા બે પ્રકારે છે. (1) પ્રશસ્ત ભાવઃ આત્માના સ્વભાવ તરફ લઈ જાય (2) અપ્રશસ્ત ભાવઃ ભવનો ભાવ જગાડે. મુનિને અપ્રશસ્ત ભાવ નથી પણ કષાયના ઉદયને કારણે છ ગુણ સ્થાનકે રહેલા મુનિને કાંઈક મેળવવાનો ભાવ છે. તો એ ભાવ અને સ્વભાવને મેળવવાનાં પ્રશસ્ત ભાવવાળો બને છે. ભાવનિગ્રંથ તે જ બને જે આત્મ-જ્ઞાનની ખોજમાં જ રહે. જિનશાસન સિવાય એ કાંઈ ઈચ્છતો નથી. સ્વભાવમાં સ્થિરતા એ શાસન -પ્રભાવના છે. મુનિનું જીવન જ પ્રભાવના છે. ધન મેળવવું નથી પણ ધનવાળાને ભેગા કરે, એ શાસન - પ્રભાવક બની શકતો નથી. મન,વચન, કાયાની સ્થિરતા ઉત્સર્ગગુપ્તિમાં અને અપવાદે સમિતિની ઉપયોગ કરે તો જ સાચો શાસન - પ્રભાવક બને છે. મોહને જીતવું એ જ જ્ઞાનસાર // 156