________________ તેની કોઈ જ કિંમત નથી.કાયક્લેશરુપ બને. નિયાણ શલ્ય :-ધર્મના ફળને કાપવું. તે તેથી ધર્મનું ફળ ન મળ્યું પણ પુણ્ય મળી ગયુ. પ્રત્યક્ષ નિયાણું ન હોય પરંતુ ઉડે ઉડે કંઈક મળો તે આશા તો પડેલી છે તેથી નિયાણ શલ્ય થયુ કહેવાશે. આ ત્રણ શલ્ય નીકળે નહી ત્યાં સુધી દોષો દૂર કરવાનો ધર્મ થશે જ નહી. યોગોમાં આત્મવીર્યનું પ્રવર્તન થાય ત્યારે ક્રિયા થઈ કહેવાય. સ્વગુણમાં આત્મવીર્યનું પ્રવર્તન થાય તો “સ્વ-પરિણતિ’ કહેવાય. દોષમાં આત્મવીર્યનું પ્રવર્તન થાય તો “પર-પરિણતિ કહેવાય. આત્માના ગુણની શુદ્ધિ થવી તે જ સ્વ-પરિણતિ છે અને આત્મવીર્યનુ ગુણમાં પ્રવર્તન થાય તે જ ધર્મક્રિયાનું ફળ છે. મારે ક્રિયા બીજાને બતાવવા નથી કરવાની પણ આત્માના શુદ્ધ સ્વભાવને પામવા માટે કરવાની છે. તેમાં ગોટાળા ન ચાલે કેમ કે પાંચમે અનંતે રહેલા સિદ્ધ ભગવંતો, મહાવિદેહમાં વિચરતાં ૨૦વિહરમાન તીર્થકર ભગવંતો અને બે - ક્રોડ કેવલી વર્તમાનમાં મને જોઈ રહ્યા છે. જગચિંતામણી સૂત્ર જો ઉપયોગ પૂર્વકબોલીએ તો પણ મિથ્યાત્વ ઓગળી જાય. આ બધાનો પ્રકાશપુંજ આપણા પર પડે તો અજ્ઞાન અંધકારની તાકાત છે એ આપણી પાસે રહી શકે? ગાથા - 5 સ્થિરતા વામનઃ કાર્યઃ યેષામડગાગિતાં ગતાની યોગિનઃ સમશીલાતે, ગ્રામેડયે દિવા નિશિ . 5 ગાર્યાથઃ જેમની સ્થિરતા મન - વચન અને કાયાથી ચંદન - ગંધની જેમ એકીભાવને પામી છે તે યોગીશ્વરો ગ્રામ-નગરમાં, જંગલમાં તથા દિવસે અને રાતે સમભાવવાળા હોય છે. જ્ઞાનની પૂર્ણતા એ જ્ઞાનના પૂર્ણ આનંદ રૂપ છે. આત્માની પૂર્ણતાને જ્ઞાનસાર // 153