________________ પરમાં સંગ-રંગ-ભ્રમણતા કરાવે છે. બે પ્રકારના મોહના પરિણામને છોડવા માટે જ્ઞાન નેક્રિયા બે માર્ગ બતાવ્યા. આત્માના ગુણની શુદ્ધિ થવી એ ભાવ, અશુભમાંથી છૂટી જવું- શુભમાં આવી જવું ને શુદ્ધ સ્વભાવની સાધના કરવી. “સ્વ” માં અંદર ચાલ્યા જવાનું છે. દર્શનમોહનીયનો ક્ષયોપશમ થાય એટલે જેટલું જ્ઞાન છે તે સમજણપૂર્વકનું બની જશે. દેવ-ગુરુપ્રત્યે બહુમાન આવશે પોતાનામાં રહેલુમાન હ તો... લઘુતાસે પ્રભુતા મિલે શ્રદ્ધા આવે તો સમર્પણ આવે જ. તમામ પર દ્રવ્યમાં રહેલી સુખબુદ્ધિ છે તેને હટાવવાની છે. અશુભ વૃત્તિ હટી ગઈ પછી અશુભ પ્રવૃત્તિ પણ આત્મ-કલ્યાણમાં વિક્ષેપ નહી કરી શકે. લોગસ્સ એ આખું “આત્મ - સ્વરૂપ સૂત્ર છે” “લોગસ્સ ઉજ્જો અગરે” શબ્દથી પરમાત્માએ પહેલા કેવળજ્ઞાનથી પોતાનાં અસંખ્ય આત્મ પ્રદેશોને પ્રકાશિત કર્યા અને પછી લોકાલોકને પ્રકાશિત કર્યો. પરમાત્મા અસંખ્ય ચંદ્રો કરતા પણ અધિક નિર્મળ અને શીતલ છે અને અસંખ્ય સૂર્યો કરતાં પણ અધિક તેજસ્વી પ્રકાશક છે અને એ રીતે “સ્વ” અને પર” માં પ્રકાશ કરનારા છે. લોગસ્સ બોલતા આ રીતે અર્થનીવિચારણા હોય તો 100 લોગસ્સ ગણતાં કંટાળો નહી આવે, પણ ક્યાં ગણાઈ ગયા તેની જાણ પણ નહીં, થાય ને આખો દિવસ ઉત્સાહમાં પસાર થશે. આપણને લોકોત્તર શાસન મળ્યું છે એને પામીને લોકોત્તર બનવાનું છે પણ લોકહેરીમાં તણાઈને સારા બનવાનું, મોટા બનવાનું, શિષ્યોના ગુરુ બનવાનું નથી કરવાનું. ભક્તોનો મેળો ગમે અને ભગવાન ન ગમે એ લોકોત્તર ન બની શકે. આપણી પદગલિક માંગણીના કારણે આજે બધા સાધના ધામો લૌકિક - ધામો બની રહ્યા છે. જૈનોની ધર્મ ક્રિયા - ભાવ અભિલાષા પૂર્વકની હોવી જોઈએ તો જ એ પ્રશસ્ત ક્રિયા અનુમોદનીય છે. દોષોને દૂર કરવાનો ઉપચાર શું? વર્તમાનમાં આત્મા દોષોથી ઘેરાયેલો છે દોષોને દૂર કરવા ક્રિયા ઔષધ જ્ઞાનસાર // 149