________________ “રૂપ નિહાળી પરિચય કીનો, પણ તું રૂપે નહીં આયો જે ક્રિયા આત્મગુણોનું સંવેદનનકરાવે તો તે ક્રિયાદ્રવ્ય ક્રિયાજ થઈ. . ભાવ ક્રિયા માટે પૂજા કરતા કરતાં પોતાનો પરમાત્મા-પરમાત્મા સાથે જોડાઈ જાય એ માટે અસ્થિરતા રૂપ શલ્ય ને કાઢવું જ પડે. જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ ને તે રૂપે કરવામાં ગફલત માં રહ્યા તો મોહરાજા તમને ભોળવી જશે લોભ મોહનીયનો ઉદય થાય ત્યારે ચિત્ત અસ્થિર બને છે ત્યારે તમે મૌન ધારણ કરીલો. આખો બંધ કરી લો અને કાયાને સ્થિર કરી લો પણ જેમ વ્યભિચારિણી સ્ત્રી પતિ પાસે સતી હોવાનો ડોળ કરે તેવો આ બધો પ્રયત્ન થશે. ચિત્ત અસ્થિર છે. પરભાવમાં છે સ્વગુણની રૂચિનો પરિણામ નથી તેથી તે પરમાં ગયો અને તેનો અભિલાષ થયો લોભ-મોહનીયનો ઉદય થયો આલોક સંબંધી પરલોક સંબંધી કર્મોના ઉદયથી આવતી તે તે અવસ્થાઓથી ઘેરાયેલો છે તેમાંથી તે છૂટવાના અભિલાષવાળો છે આત્મકલ્યાણની ભાવના છે પણ લાંબી સમજણ નથી વિધિ વિધાન પ્રત્યે બેખબર છે પણ સંસારનો આશય નથી. હેતુ (આશય) એ જ છે કે હું મોક્ષ માટે ધર્મ કરૂ . પણ ઉપયોગ નથી આ અનઅનુષ્ઠાન છે) તેવા જીવો પણ લાંબા કાળે તેને કોઈ સમજાવનાર મળી જાય કે શુદ્ધ ધર્મ આ નથી પણ આ છે તો તે તેના માટે ભાવ ધર્મનું કારણ બની શકે તેમ છે. જયારે આત્મા સંક્ષિ-પંચેન્દ્રિ બને છે ત્યારે સંજ્ઞાઓ વધારે ઉઘડે છે અને પોતાની તે શક્તિઓ પર પુદગલોની પ્રાપ્તિમાં ખરચી નાંખે છે. મન મળ્યું છે માટે તમે ભિખારી બનો છો જ્યાં જે નથી માંગવાનું ત્યાં જ જઈને માંગવાનું કાર્ય કરો છો પરમાત્મા પાસે જઈને સંસાર વધારો છો દેવ - દેવી પાસે વધુ મળે એવું કોઈ કહે તો ત્યાં પણ દોડો જે પ્રભુ પાસે જઈને અનંતની પ્રાપ્તિ કરવાની હતી ત્યાં જઈને વર્તમાનની માંગણી કરી અર્થાત્ હજી આપણે વીતરાગ દેવને ઓળખ્યા જ નથી અને હું આત્મા છું' એવા અસ્તિત્વનો હજી આપણામાં જ્ઞાનસાર // 145