________________ અને ભાવસંવર વગર નિર્જરા પણ ન થાય. માત્ર પ્રતિજ્ઞા ગ્રહણ કરવી તે દ્રવ્ય સંવર - તેનાથી નિર્જરા ન થાય, માત્રપુણ્ય બંધાય. જો ભાવ-સંવર કરીએ તો જ સમતાના પરિણામને અનુભવી શકાય. સમતાનો પરિણામ એજ મહાતપછે. સમતા સહિત કરેલો તપનિર્જરાનું કારણ બને છે. હવે તે નવા કર્મો બાંધતો નથી અને જૂનાની નિર્જરા થાય છે તેથી સ્વ - સ્વભાવનો અનુભવ કરવાનો છે અને સ્વરૂપમાં સ્થિર થવાનું છે. સ્વ સ્વરૂપમાં સ્થિર થઈ આત્માના ગુણ અનુભવમાં મગ્ન બનેલા યોગીઓ ખરેખર પ્રમોદ ભાવ અને પ્રશંસાને પાત્ર છે. સ્વભાવ પ્રગટ થાય ત્યારે આત્મામાં અતિ નિર્મળ અને અપૂર્વઆનંદ પ્રગટે છે અને અકલ્પનાતીત, અકથ્ય એવું જ્ઞાન એના આત્મામાં પ્રગટ થાય છે. મોહના વિગમથી જ આવું અનુભવજ્ઞાન પ્રગટ થાય છે. ખરેખર - આવા આત્માઓ જ વાસ્તવમાં સુખી છે. આપણા સ્વરૂપ અને સ્વભાવનો નિર્ણય કરવા માટે જ આગમનું શ્રવણ કરવાનું છે. જો તેને સ્પર્શન ન થાય તો આપણા શ્રવણપણાની ખામી છે આગમ શ્રવણ દ્વારા પોતાનામાં રહેલા વિભાવનું ચિંતન કરીતે દૂર કરવા પ્રયત્ન કરે આખુ નવતત્ત્વ એ જ સમગ્ર આગમનો સાર છે જે જીવાદિ નવતત્ત્વને સમજી ન શકે તેઓ જિનશાસનને વાસ્તવિક સ્વરૂપમાં સમજી શકતા નથી. આગમ એ તો પરમાત્માનો સાક્ષાત્કાર છે. આગમ વાંચતા હોઈએને મારી સામે પરમાત્મા જ બેઠા છે એવું સંવેદન જીવ ને થાય. “કલિકાલેજિનબિંબ-જિનાગમ’ ભવિયણકું આધારો'. પરમાત્માના વિરહમાં જિનબિંબ અને જિનાગમ એ જ ભવ્ય જીવો પર ઉપકાર કરનારા બને છે. જિનાગમમાં રહેલી વાણી જિનેશ્વર ભગવંતના મુખમાંથી નીકળેલી છે તેમાંથી એકપદ પણ જો આત્મામાં ભાવિત થઈ જાય તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. ઉદા. માષતુષ મુનિ. પાંચ આશ્રવની સામે પાંચ મહાવ્રતોનો વિરતી પૂર્વકનો સ્વીકાર એ જ્ઞાનસાર || 124