________________ ૩જું અષ્ટક * સ્થિરતા અષ્ટક - ગાથા-૧ વત્સ! કિં ચંચલ સ્વાન્તો, ભાન્તા વિષીદસિT નિધિ સ્વસસિધાવેવ, સ્થિરતા દર્શયિષ્યતિ છે ગાથાર્થ: હે વત્સ! તું ચંચલચિત્તવાળો બની સુખ માટે જ્યાં ત્યાં ભટકીને ખેદ પામે છે પણ જ્યારે આત્મામાં રહેલી તારી અનંત જ્ઞાનાદિ ગુણો રૂપ સંપત્તિનું નિધાન તને જોવા મળશે ત્યારે તું તારા આત્મામાં સ્થિર થઈશ. * મગ્નતા ક્યારે આવે? - સ્થિરતા આવે ત્યારે વિકલ્પવિનાની અવસ્થામાં જવું તે મગ્નતા, કષાય હટે તો વિકલ્પો આવે નહી. વિષય ઘટશે તેમ કષાય ઘટશે. આત્મા સ્વભાવે સ્થિર છે એવા આત્માને પરોપાધિ (પર ઉપાધિ) આવી. (મન-વચન-કાયા અને ઈન્દ્રિયોની ઉપાધી આવી) અને દ્રવ્ય અને ભાવથી તે અસ્થિર બન્યો. માટે પહેલાં ભાવથી સ્થિરતા આવે પછી દ્રવ્યથી સ્થિરતા આવે. પ્રથમ આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે તેને મનની સ્થિરતાની શરૂઆત થાય અને પછી જ મગ્નતા આવે ને અંતે પૂર્ણતા આવે છે. (1) દ્રવ્ય સ્થિરતા - યોગ ચપળતા રોકવા સ્પદ્રવ્યમાં સ્થિરતા થાય તે, ધનમાં મમ્મણની સ્થિરતા, અથવા લકવાના રોગમાં અંગોપાંગની સ્થિરતા થાય, એમ યોગાસન, પ્રાણાયામ, આસનવિ. માં પણ જે આત્મા સ્થિર થાય છે. તેથી દ્રવ્ય રોગો વિગેરે જાય તેના કરતા આત્માના ગુણોની સ્થિરતા જ મહત્ત્વની છે. જ્ઞાનસાર // 127