________________ જ્યારે મિથ્યાત્વ ઘર કરી ગયું હોય છે ત્યારે તે સત્ય વાતને સમજવા દેતું જ નથી. મન વાળાને જ વ્યકત - અવ્યક્ત મિથ્યાત્વ પ્રગટ થાય છે. મન વાળાને જ સમ્યગુદર્શન પ્રગટ થાય છે. 7 મી નરકે પણ “મન” વાળો જ જાય છે પ્રબળ મિથ્યાત્વની હાજરીને કારણે જીવ ૭મી નરક સુધી પહોંચી જાય છે તેના ઉપાય રૂપે મનમાં નિષ્ફળતા નથી લાવવાની, પરંતુ મનની ચંચળતાનું કારણ જે છે તે મિથ્યાત્વ છે, મિથ્યાત્વ અને મોહનો પરિણામ કાઢી નાંખો તો ચંચળ મન શાંત બની જશે. મન જ મન પાસે મોહ અને મિથ્યાત્વ કામ કરાવે છે. માટે જ પહેલી દીક્ષા ‘ચિત્ત મુંડનમ્ મનનું મુંડન કરવું અર્થાત્ માન્યતા સર્વજ્ઞ વચન પ્રમાણે ફેરવવી. તે કર્યા વિના મસ્તક મુંડાવે તો તેની દીક્ષા સદંતર નિષ્ફળ જાય છે. માટે અહીં પૂ. ઉપાધ્યાયયશોવિજયજી મ.સા. મનને કહે છે: હે મન રૂપી બાળ! તારી પાસે નિધિ છે તેને કેમ જાણતો નથી? એક -બે નહીં પણ પૂરા પાંચનિધિ છે. (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીય) તેને કેમ જાણતો નથી તેને ખોલીને કેમ વાપરતો નથી. જેમ વાપરે એમ વૃદ્ધિ થાય. ભોગવશો નહીં તો અંતરાય આવીને ઉભો રહેશે. પછીના ભવમાં એ નહીં મળે. તિર્યંચના ભવમાં સતત રખડપટ્ટી કરવી પડશે. માટે ખરેખર સુખી થવાનો ઉપાયનિવૃત્તિ માર્ગ છે. નિર્વાણ માર્ગ છે. પ્રવૃત્તિ હેય લાગવી જોઈએ. કદાચ પ્રવૃત્તિ કરવી પડે તો પણ નિર્વાણ માર્ગમાં સહાયક હોય તેવી જ પ્રવૃત્તિ કરીએ અને તે પણ હેય” માનીને જ કરાય. આપણે પ્રવૃત્તિને પ્રધાનતા આપી દઈએ છીએ તે ખોટું છે. જો હવે હેય પરિણામ હોય તો પ્રવૃત્તિ જરૂર પૂરતી જ થાય. જેવુ સામર્થ્ય આવે ત્યારે પ્રવૃત્તિ છોડી ચિત્તને નિવૃત્તિમાં લઈ જવું જોઈએ જઘન્યથી માંડી ઉત્કૃષ્ટ માર્ગમાં વિરતિની જ પ્રધાનતા છે. જઘન્ય માર્ગની શરૂઆત 4 થા ગુણસ્થાનકે સમ્યગદર્શનથી થાય અને ઉત્કૃષ્ટ 14 મા ગુણસ્થાનકે પૂર્ણવિરતિ, અર્થાત્ સંપૂર્ણ નિવૃત્તિની પ્રાપ્તિ થાય. ૪થે ગુણઠાણેમિથ્યાત્વની નિવૃત્તિ રૂપનિર્વાણદશા પ્રાપ્તિનો આરંભ છે. 14 મે સંપૂર્ણ પરપ્રવૃત્તિરૂપ નિવૃત્તિની પૂર્ણાહૂતિ છે. અર્થાત્ વિચાર તથા જ્ઞાનસાર // 134