________________ તો આત્મા ગુણસ્થાનક પર આરોહણ કરે છે. જ્ઞાન દ્રવ્યથી વધારે પ્રગટ થયું હોય કે ન પણ થયુ હોય જ્ઞાનીઓએ જ્ઞાનનો આધાર ગુણસ્થાનક નથી કહ્યો પણ મોહનો ક્ષય જ ગુણ સ્થાનકનો આધાર છે. મોહના ક્ષય - ક્ષયોપશમ કે ઉપશમ પર જ ગુણોનો આધાર છે. આથી લોભમોહનીયનો જેમજેમ ક્ષયોપશમ થાય તેમ આત્મામાં નિસ્પૃહતા સંતોષાદિ ગુણ વૃધ્ધિ થાય. દ્રવ્ય ચારિત્રનું શ્રેષ્ઠ પાલન અભવ્યનો આત્મા પણ કરે છે. તો એને પણ ગુણસ્થાનક પર આરોહણ ઘટવુ જોઈએ. પણ અભવિને દર્શન મોહનીયનો ક્ષયોપશમ નથી. મોક્ષ તત્ત્વને માનતો જ નથી. જ્ઞાન અને વીર્યંતરાયનો ક્ષયોપશમહોય પણ મોક્ષ તત્ત્વને માનતો જ નથી, છતાં જ્ઞાન અને વીર્યંતરાયના ક્ષયોપશમને કારણે અલવિક્રિયા કરે છે પણ એનામાં બીજ જ નથી તો ઉગશે શું? અભવિમાં સમ - સંવેગ-નિર્વેદ વિગેરે લક્ષણો નથી તે લક્ષણો દ્રવ્ય રૂપે નથી બતાવ્યા પણ આત્માના પરિણામ રૂપે કહ્યા છે તે તેમાં નથી. દયાનું કંપન એનામાં હોતું જ નથી. જેમ જેમ મોહનો વિગમ થાય તેમ તેમ આત્મા તે તે ગુણસ્થાનક પર આરૂઢ થાય. માત્ર જ્ઞાનવરણીયનો જ ક્ષયોપશમ હોય તો તે જ્ઞાન મિથ્યા પણ હોઈ શકે, પરંતુ તેમાં ભળેલું મિથ્યાત્વ દૂર થાય તો તે જ્ઞાન શુદ્ધ થાય. જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે પણ મોહના વિગમથી તે રીતે આત્મામાં પરિણત થાય છે ત્યારે તે સમ્યક જ્ઞાન કહેવાય છે. જે તપ કરવાથી બ્રહ્મચર્યની શુદ્ધિ થાય અને વિષય - કષાયોની વૃત્તિ હાનિ થાય તો તે ભાવતપનું કારણ બને છે. આ પરિણામ નથી થતાં તો માસક્ષમણ આદિ તપ માત્રદ્રવ્ય તપનું કારણ બને છે. પારણામાં આત્માને વિષયોની વૃત્તિ ન થાય. આપણે સાધનને સાધ્ય માની લીધું. માટે પરિણામ પ્રગટ થતા નથી. શુદ્ધ ગુણોના આસ્વાદમાં વિષયોનો આસ્વાદ બાધક છે માટે તેને હવે છોડ! સ્વાદનો રાગ ન હોવો જોઈએ. પરસ્વાદન છૂટે ત્યાં સુધી આત્માનો સ્વાદ નહી માણી શકીએ. જ્ઞાનસાર // 137