________________ અનાદિકાળથી પાંચ ઈન્દ્રિયોના વિષયોથી આત્મા સંસ્કારિત થયો છે તેથી તે વિષયોને હવે તું ત્યજી દે અને તું તારા શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા કર તો જ તારી શુદ્ધતા થશે. ગાથા: 2 જ્ઞાન દુગ્ધ વિનસ્ટ્રેત, લોભ વિક્ષોભ કૂર્ચઃ ! અલ્લ દ્રવ્યા દિવાસ્થય, દિતિ, મત્વા સ્થિરો ભવ! ગાથાર્થઃ અસ્થિરતા રૂપખાટા પદાર્થથી લોભના વિકાર રૂપ કૂચા થવાથી જ્ઞાનરૂપ દૂધ બગડી જાય છે એમ જાણીને સ્થિર થા. લોભ આત્મ - સ્વરૂપની અનુભૂતિમાં બાધક બને છે. બીજા મારા માટે શું બોલે છે એ જાણવાની ઈચ્છા તે પણ પરભાવની ઈચ્છા. આ પણ લોભનો જ પરિણામ છે. વર્ણ - ગંધ - રસ સ્પર્શએ મારો સ્વભાવ નથી એમ જાણે તો જ આનંદને વેદી શકે છે જગત વિષે મુનિ મૌન શા માટે બની જાય છે? જગતને જાણી તેમાં કાંઈ સાર નથી અને સારા માત્ર પોતાના આત્મામાં જ છે એવો નિશ્ચય મુનિને થઈ ગયો છે માટે તે મૌન બની જાય છે. મન - વચન - કાયાને ગોપવે છતાં આત્માસ્થિર થઈ શકતો નથી શા કારણે જ્યાં સુધી મનસ્થિર નથી ત્યાં સુધી આત્મા અસ્થિર રહે છે. લોભનો પરિણામ જ્યારે પણ જાગે છે ત્યારે તે વાસ્તવિક આત્માના ગુણો વિષે થતો નથી પણ પર વિષયનો લોભ થાય, સ્વાધ્યાયનો લોભ જાગે - વધારે કરી લઉં પણ સ્વાધ્યાયને આત્મ સ્વભાવઢપે પરિણામાવવાનો ભાવ ન થાય. લોભ એ મોહનો પરિણામ છે માટે એ પુદ્ગલના વિષયોમાં જ થાય. આથી આંકડાઢપે ગાથા વધે તેનો આનંદ હોય. 0 ગુણો વિશે લોભ થાય છે તે શું છે? ગુણોનો સ્વભાવ છે મોહની હાનિ કરવી અને મોહની જો હાનિ થઈ જ્ઞાનસાર // 136