________________ બને છે. તે માટે જ જ્ઞાનીઓએ વાચના - પૃચ્છના-પરાવર્તના - અનુપ્રેક્ષા - અને ધર્મકથા બતાવ્યા છે. આત્માની તન્મયતા જગત સાથેની તન્મયતા તોડવા માટે છે. જીવે તપ ઘણો કર્યો પણ પરિણતિનું લક્ષ ન રહ્યું, સમતા ન રહી, વિષયો પ્રત્યેનો રાગ ઓછો ન થયો, ઈચ્છાઓ ન ઘટી, તપ અધિક અધિક કરવાનું મન થયું પણ આત્માને અધિક શુદ્ધ કરવાનું મન ન થયું તો જેમ ખાટા દ્રવ્યોના સ્પર્શ દૂધવિનાશ પામે તેમ પરિણતિના લક્ષવિનાનો કરેલો ત૫ ગુણના વિકાસ માટે નહીં પણ કદાચ વિનાશ માટે બની શકે. આત્મા અખંડ આનંદ ગુણને ધારણ કરનારો છે, તે સચિદાનંદમય સ્વરૂપ છે. જ્ઞાન શુદ્ધ હોય ત્યારે જ આનંદની અનુભૂતિ થાય છે. પુદ્ગલ વર્ણ - ગંધ - રસ - સ્પર્શ થી યુક્ત અને રૂપી છે અને આત્મા અરૂપી છે. અરૂપીને રૂપીનો મેળ પડે ક્યાંથી? આત્મા જ્યારે પુદ્ગલ ભાવદશામાં નથી હોતો પણ જ્યારે જ્ઞાનાદિ ગુણોમાં રમતો હોય ત્યારે જ તે અનેરા એવા અવર્ણનીય આનંદને અનુભવે છે, ત્યારે તે પોતાના જ્ઞાનાદિ ગુણોમાં આત્મવીર્યને લઈ જાય છે. શરીર પુદ્ગલ છે તેની સાથે વર્ણ - ગંધ-રસ - સ્પર્શ જોડાયેલા છે તે હમણાં ને હમણાં કાંઈ જતા રહેવાનાં નથી અને આત્મા પણ હમણાં ને હમણાં અરૂપી થઈ જવાનો નથી માટે જે કાંઈ ઘટના બને તેના જ્ઞાતા-દષ્ટાબની આત્મવીર્યને આત્મ ગુણોમાં લઈ જવાનું છે, એમ વારંવાર કરતા એકદિવસ આત્મા પોતાના સંપૂર્ણ સ્વભાવ અને સ્વરૂપને પામી જશે. શક્યમાં "હેય" નો પરિણામ હોય અને અશક્યમાં જરૂર પૂરતો 'ઉપાદેયનો' પરિણામ હોય બાકી ઉદાસીન ભાવ હોય ત્યારે તેને ક્ષયોપશમ ભાવમાં અનુભવ થાય કે હું ચારિત્રના આનંદને વેદી રહ્યો છું. * ઉદાસીન ભાવ એટલે શું? જે વસ્તુ જેવી છે તેવી રીતે જોવા-જાણવી-કાળી છે, ધોળી છે, પુદ્ગલના ગુણધર્મવાળી છે તેમાં જેને સારા-નરસાનો ભાવ, હર્ષ-શોક આદિના ભાવો જ્ઞાનસાર // 139