________________ આત્માનો ખોરાક આપવો પડશે અને આત્માનો ખોરાક “જ્ઞાન” છે. જ્ઞાનામૃતથી જીવ તૃત બને છે આત્મા પણ અરૂપી અને જ્ઞાન પણ અરૂપી માટે આત્મા ત્યાં તૃત બનશે. આપણે ધર્મારાધના કરતાં હોઈએ ત્યારે આપણા મનમાં કોણ? પ્રભુ કે સંસાર? સંસાર હોવાથી વ્યાભિચારિણી જેવા આપણે થઈશું. જેમ બિલાડી કે બગલો ધ્યાનમાં ચડી જાય અને ઉંદર કે માછલીને જુએ કે તરત જ એના પર તૂટી પડે. આપણે પણ સંસારનું પ્રલોભન મળ્યું નથી કે એના પર તૂટી પડયા વિના રહેતા નથી. આપણી તમામ સાધના નિઃસંગ બનવા માટે છે. ઉપધાનઃ એટલે આત્મા પાસે આવીને વસવું. જે દ્રવ્ય ક્રિયાની અંદર ભાવ ભળે એની જ શાસનમાં પ્રશંસા છે. માત્ર દ્રવ્ય - ક્રિયાની પ્રશંસા નથી. જેમ જેમ જ્ઞાન ભણશે તેમ તેમ ક્રિયામાં આનંદ આવશે, નહિ તો ક્રિયા કરશે પણ પતી ગયાનો “હાશ થશે ‘ક્રિયા પતી ગઈ પરભાવ - પરવસ્તુને મેળવવાનો અભિલાષ તત્વાર્થસૂત્ર' માં કહ્યું છે કે ઉત્તમ આત્માઓ ધર્મ-ક્રિયા કરતા કરતા ભાવ ધર્મને પામી ગયા. આવુ કોને થાય? જેને કર્મલઘુતાથી મિથ્યાત્વને કષાયની તીવ્રતા નથી. વિષય વાસનાની આગ નથી, તેને પોતાની પ્રશંસા સાંભળવાની ઈચ્છા નહીં થાય. આલસ્મિતા હિતાય સુપર સ્વગુણરમયઃ અહો સ્વયં ગૃહીતાજી, પાતયક્તિા ભવોદધી II આ લોકની ઈચ્છા એટલે લોકસંજ્ઞાનો ત્યાગ કરવાનો છે ગુણનો ભૂખ્યોગુણીની પ્રશંસા કરે છે એ તેનો ધર્મ, પણ સાધુ જો ગુણગાન સાંભળવાનો અભિલાષી બને તો તે પતનને પામે છે. દોષો દેખાવા જોઈએ. 4 જ્ઞાનના ધણી ગૌતમસ્વામી પણ શું વિચારે છે કે કેવળજ્ઞાનીની પાસે મારું જ્ઞાનબિંદુ જેટલું પણ નથી એનું એમને ભાન છે માટે એમને સ્વદોષ જ દેખાશે. મૂળ મુનિ આતમગવેષી, ન કરે ગૃહસ્થનો સંગ, જયાં પરિચય ત્યાં અવજ્ઞા, સમક્તિ ભંગ” જ્ઞાનસાર || 141