________________ થતા નથી. માત્ર હેય તરીકે વસ્તુને જુએ છે ત્યારે આત્મા પોતાને અનુભવી રહ્યો છે તેમ કહેવાય, કેમ કે તે પોતાના શેયના જ્ઞાતા સ્વભાવ રૂપ અસ્તિત્વને ટકાવી રાખે છે બીજામાં જતો નથી. જેવો આત્મામાં લોભનો પરિણામ આવ્યો -ગમો આવ્યો -તે ઉપાદેય લાગ્યું તેમિથ્યાત્વમોહનીયનો પરિણામ અને ઈચ્છા થઈ તે લોભ મોહનીયનો છે. ચિત્તની સ્થિતિને ડામાડોળ કરી નાંખે છે. માટે હે આત્મનું! તું શ્રદ્ધા કર, તું જ્ઞાન પામ ને પછી ચારિત્રનો પરિણામ કેળવ. આ ત્રણેનીજયારે એકતા થશે ત્યારે તારી આત્મામાં સ્થિરતા થશે. પરક્ષેત્રે શેયને જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન અસ્તિત્વ સ્વક્ષેત્રે, તમે કહ્યું નિર્મળતા ગુણ માનશું જ્ઞાની” ગાથા - 3 અસ્થિરે હૃદયે ચિત્રા, વા નેત્રાકાર ગોપના, પંથલ્યા ઈવ કલ્યાણ - કારિણી ન પ્રકીર્તિતા! ગાથ ચિત્ત અસ્થિર હોય તો વિચિત્ર વાણી, નેત્ર અને આકૃતિ વિષયાદિકની સંગોપના અસતી સ્ત્રીની જેમ કલ્યાણ કરનારી કહી નથી. જેમ વ્યાભિચારિણી સ્ત્રી પતિ સાથે રહેલી, બહારથી સતી જેવો ગોપવે છતાં મનવિચાર વિનાનું હોય, વિકારવાળુ હોય તો તે સ્થિર થઈ શકતું નથી. મોહનો ઉદય થાય અને સાથે સમ્યગુદર્શન ન હોય તો તે અસ્થિર હોય અને સમ્યગુદર્શનનો પરિણામ હશે તો તે મોહને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરશે. જ્ઞાનસાર / 140