________________ વ્યવહાર પ્રવૃત્તિ સ્વરૂપ છે, નિશ્ચય પરિણામલક્ષી છે વ્યવહાર સાધન લક્ષી છે, ધર્મ પરિણામલક્ષી છે. સાધના કયારે કહેવાય? સાધનની સાથે સાધ્ય આંશિક રૂપે ભળે તો સાધ્યની સિદ્ધિ કરનાર સાધના કહેવાય. ઉપવાસ આદિ તપએ પરિણામને પ્રગટ કરવાનું પરમ સાધન છે પણ આત્માએ એને સાધ્ય માની લીધુ માટે તપ પરિણામ પ્રગટ ન થયો. અર્થાત્ ઈચ્છા રોધ પાંચે ઈન્દ્રિયનાવિષયાદિની વૃત્તિ રૂપ અને કષાય ભાવથી નિવૃત્તિ રૂપસંવર પરિણામ અને સમતા ગુણને અનુભવવાનો પરિણામ પ્રગટ નથયો.પ્રયોજનથી આપવું પડે તો તેમાં સારા-નરસાનો પરિણામ ન આવે તો વિશેષ બંધ ન થાય. તપાદિ ધર્મજીવો કર્મક્ષયના લક્ષપૂર્વક કરતા હોય છતાં મોટાભાગે પરની ઈચ્છા સહજ થતી હોય છે. આત્મસ્વભાવનો નિશ્ચય જે રીતે થવો જોઈએ તે પ્રમાણે ન થવાના કારણે સ્વ સ્વભાવને ભોગવવા વડે જ તૃપ્ત થવા રૂપશુદ્ધતપ પરિણામની ઢચિ થતી નથી. શુધ્ધ તપવિના સ્વભાવની પૂર્ણતા પણ થશે નહિ. ગૌતમસ્વામીને સ્વભાવની પૂર્ણતાનો નિશ્ચય હોવાથી સતત ઝંખનામાં રમતા હતા “મને કેવળજ્ઞાન ક્યારે?” ઈચ્છા, મોહ, લોભ, સ્નેહ આ બધા આત્મામાં વિક્ષોભના પરિણામ છે. અશુભ પરિણામ જ્ઞાનમાં ફોદા રૂપે છે. સમજણ મોહને કારણે બગડી ગઈ તેથી જ્ઞાન મલિન બની ગયું, જ્ઞાનના પરિણામ રૂપે ઉપયોગની શુદ્ધિ ન થાય તો તે આગળ વધે ક્યાંથી? જ્ઞાન આત્માની પુષ્ટિનું કારણ છે જ્ઞાનથી મન જેટલું વિશુદ્ધ તેટલું તે પુષ્ટ બને. તત્ત્વ અવબોધ રૂપે આત્મામાં પરિણામ પામે તેટલી આત્માની પૃષ્ટિ કરે છે. તત્ત્વ-સ્પર્શના વિના આત્મ - ભાવવિશુદ્ધ થાય ક્યાંથી? તત્ત્વરૂપ અવબોધને પામી તેનું મંથન થાય કે મને તે રીતે કેમ પરિણમતું નથી? જ્ઞાન પરિણામ ન પામે ત્યાં સુધી અનુપ્રેક્ષા ચાલે. જ્યાં સુધી તે તદ્ગત ન બને ત્યાં સુધી ધારી રાખે આમ અવબોધ રૂપ જ્ઞાનની એકતા થઈ ત્યારે તે જ્ઞાનવિશુદ્ધ જ્ઞાનસાર || 138