________________ દશવૈકાલિકમાં સાધુને કહ્યું કે સાધુએ પોતાનાથી અધિક ગુણવાળાનો સંગ કરવાનો, ન મળે તો સમાન સાથે રહેવાનું પણ હીનમાં તો કદી ન જવુ સાધુ એટલે પરમ સુખનું પરમ આનંદનું ધામ. જો સાધુમાં મોક્ષનો અભિલાષ ન હોય તો તે અહીં આવીને પણ થોડુ પુણ્ય વધ્યું, થોડું બોલતા આવડી ગયુ તો પ્રોજેક્ટો ઉભા કરીને શ્રાવકોને પણ એમાં ભેળવી દેશે એટલે બુદ્ધિશાળી એવા શ્રાવકોને જ્ઞાનાભ્યાસમાં જોડીને માર્ગમાં આગળ વધારવાના બદલે એને પણ પાડશે અને પોતે પણ સાધુપણું પાળવાને બદલે પડશે.બંને માનનાં ભૂખ્યા હોવાથી આવુ થાય. શ્રાવકોહામાં હા કરવાવાળા હોય. જે આત્મા ભગવાનની આજ્ઞા મુજબ, વિધિપૂર્વક આદરથી કરતો હોય, મારા આત્માનો મોક્ષ આનાથી જ થશે, એવા આત્માનો મિથ્યાત્વનો પરિણામ હટી જાય ને પછી નિમિત્ત મળતાં તત્ત્વને સાંભળે તેનું આત્મામાં પરિણમન તરત થઈ જાય. જ્યાં મોહનો અભાવ ત્યાં શાસન પણ જ્યાં મોહનો સદ્ભાવ ત્યા “સ્વ” ની પ્રભાવના, શાસનનો અભાવ હોત મન વચન ચપળ જનકે સંગ નિમિત્ત જન સંગી હોય નહીં મુનિ જગ મિત્ત' * ક્રિયાનું ફળ શું? ક્રિયા દ્વારા આત્મગુણોની સ્થિરતા થાય. એ ક્રિયાથી સદા માટે છૂટી જવાય મન-વચન-કાયાની તથા પાંચ ઈન્દ્રિયોની ક્રિયામાં સાધન એવા જરૂર પડે તેની સાથે ભાવ પ્રાણ જોડાય તો તે ભાવ ક્રિયાઓ થાય. દ્રવ્ય ક્રિયાથી છુટવાનું મન થાય એટલે ક્રિયા ચાલુ હોવા છતાં વિશેષ ઉપયોગ શુધ્ધ જ્ઞાનમાં પ્રર્વતે. તો આત્મનુભવ થાય અને મોહથી છૂટવાના લક્ષવાળી ક્રિયા હોય. સ્વસ્ય અધ્યયન તે સ્વાધ્યાય સૂત્રોનો અર્થ હવે જીવનમાં વણાઈ જાય. 0 ઉપધાનમાં મુખ્ય આરાધના શું? સૂત્ર-અર્થ-તત્ત્વ (શ્રધ્ધા રૂપે) સ્વીકાર રૂપ છે. પ્રથમ નમસ્કાર મહામંત્ર શા માટે? 14 પૂર્વના સારરૂપ. જ્ઞાનસાર // 142