________________ આર્ત ધ્યાનનું લક્ષણ છે અને એના જ કારણે તિર્યંચગતિના બંધનું કાર્ય સતત ચાલુ જ છે. સંતોષ નથી અને અતૃપ્ત રહેવું એ પણ આર્તધ્યાનનું જ લક્ષણ છે. સંતોષ- શાંતિનો પરિણામ થવો જોઈએ એ આત્માને થતો નથી. આત્માનો સ્વભાવ તૃપ્ત થઈ જવું એ જ છે.આત્મા પોતાના ગુણ સ્વભાવમાં મગ્ન બની જાય ત્યારે એ તૃપ્ત થાય છે. આત્મા અરૂપી છે અને પુદગલો રૂપી છે. આત્મા રૂપીનો ભોગવટો કરવા જાય છે ત્યાં તૃપ્તિ થતી નથી. - પીડા જ થાય છે અને અતૃતિ વધતી જાય છે. અનંતકાળમાં પરિભ્રમણ કરતા આપણા આત્માએ ભોગવ્યું કેટલું? છતાં તે તૃપ્ત થયો? ફકત આહારના પુદ્ગલો જે ગ્રહણ કર્યા તે કેટલા? સૌથી વધુ નરકગતિમાં આહારનાં પુદગલો ગ્રહણ કર્યા છે આહાર બે પ્રકારના છે (1) આભોગ અને (ર) અનાભોગ. (૧)આભોગ આહાર નરકગતિમાં અંતર્મુહુર્ત-અંતમુહુર્ત ચાલુ જ છે આહાર વધુ તેમ પીડા વધુ. એકેન્દ્રિયમાં નિરંતર આહાર ચાલુ છે. ૧લી નરક કરતા ૭મી નરકમાં સુધાવેદનીય વધારે, દેવલોકમાં આયુષ્ય વધે પણ શરીર અને આહાર ઉપર ઉપરનાદેવલોકમાં ઘટે છે. યુગલિકોમાં પણ આહાર ઓછો છે. દેવલોકમાં આહાર, શ્વાસોશ્વાસ ઓછા એ સુખીપણાની નિશાની છે. નરકમાં શ્વાસોચ્છવાસ અને આહાર વધુ એ દુઃખીપણાની નિશાની છે. વિષયોમાં સુખ હોય તો ભોગવવાથી સુખ મળવું જોઈએ પરંતુ વિષયો જેમ ઓછા તેમ સુખ વધારે, તત્ત્વથી ચિંતન કરીએ તો આ વાત સમજાશે. ઉપર ઉપરનાદેવલોકમાં વિષય-કષાય-આહાર - શ્વાસોશ્વાસવિ. ઘટે છે. તપનY ZfR: I તપ એ આત્માનો સ્વભાવ છે. જેનાથી આત્મા તૃપ્ત થાય ત્યારે તે તપ થયો કહેવાય, પારણામાં કંટાળો આવે ત્યારે સમજવું કે હવે તપના ભાવ પ્રગટ્યા છે. નાના વતિ પર દ્રવ્યનો લાભ થવાથી તૃપ્તિ થવાને બદલે વિષાદ વધતો જાય છે. જ્યારે આત્માના ગુણોનો લાભ થવાથી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે માટે લોભ કરવો તો આત્માના ગુણો મેળવવા કરવો. એ પ્રશસ્ત ભાવ છે. જ્ઞાનસાર // 132