________________ અભેદતા આવે છે. સર્વજ્ઞ કથિત વચનને જાણી માની સ્વીકારવાનો આત્મામાં ઉલ્લાસન આવે ત્યાં સુધી રત્નત્રયીની અભેદતા નથી આવતી. જ્ઞાન - દર્શન છે પણ ચારિત્રની એકતા નથી. દા.ત. કુરગડુ મુનિ નવકારશી કરે છે છતાં પણ ભારોભાર પશ્ચાતાપ છે ને યથાશક્તિ આરાધના છે માટે કેવળજ્ઞાન થયુ. સમ્યગુ દર્શનની શુદ્ધિને નિર્મળતા કેટલી બધી છે? એનો ઉપાય તત્ત્વની વિચારણા છે, મૂળ સુધી જવું. પર્યાયથી દ્રવ્ય - ગુણ પકડવાના છે તો બધી જ ઉપાધિ જાય ને સમાધિ મળે જ. સત્તામાં રહેલી અભેદ રત્નત્રયીને બતાવશે કોણ? ભેદ રત્નત્રયી જ બતાવશે. આ 3 ગુણ (દર્શન - જ્ઞાન - ચારિત્ર) જુદા જુદા હોય ત્યારે તે ભેદ રત્નત્રયી અને 3 ગુણો આત્મામાં એરૂપે થઈ જાય ત્યારે તે અભેદ રત્નત્રયી કહેવાય છે. 7 મા ગુણસ્થાનકે અભેદ થવાની શરૂઆત ને કેવળજ્ઞાન થાય ત્યારે પૂર્ણતા. જ્ઞાન એ જગતની સર્વ વસ્તુને પ્રકાશિત કરે છે, માટે તે આત્માનો સ્વભાવ છે. સ્વ સ્વભાવ વડે જ આત્મામાં જ આત્માની વિશ્રાંતિ થાય છે. વિશ્રાંતિ એટલે ગુણમાં સ્થિરતા”.પરના ગુણમાં આદર પ્રીતિ રુચિ ન થાય તે “સ્વ” માં સ્થિરતા. “લોગસ્સ ઉજ્જો અગરે' શબ્દ જયારે પણ બોલીએ ત્યારે મારા આત્મામાં ઉદ્યોત થઈ રહ્યો છે, અંદરમાં પ્રકાશને જોવાનો છે જો આવું થશે તો આખો દિવસ પ્રકાશમય જશે. સમ્યગુદર્શન જ્ઞાનના ઉપયોગની શુદ્ધિ હેય, ઉપાદેયનો નિર્ણય કરાવીને આત્માને માર્ગ પર લઈ આવે છે. જ્ઞાન દૂધ જેવું છે. દૂધ પીવામાં આવે તો શરીર પુષ્ટ થાય તેમ આત્મા શુધ્ધ જ્ઞાનથી તગડો બને. જ્ઞાનથી મન જીતાય તો સ્થિર થાય જ્ઞાનની સાથે મોહ ભળે તો મન અસ્થિર થાય. દૂધમાં ખટાશ ભળે તો દૂધ ફાટી જાય તેમ જ્ઞાનમાં, મોહ ભળે તો જ્ઞાનવિકૃત થાય છે. અર્થાત્ વિકલ્પોરૂપી અસ્થિરતા શરૂ થાય. લોભના ઉદયે આત્મા અસ્થિર થયો, મન ચંચળબન્યું. આત્મા અશાંત બની ગયો. લોભમાં વેગ લાવવાનું કારણ મિથ્યાત્વ છે, સમ્યકત્વ હોય ત્યાં જ્ઞાનસાર || 130