________________ છે અને તેનું સ્વરૂપ કહેવાનું છે. અર્થાત્ વિકલ્પો વિનાની આત્માની અવસ્થા તે પરિપૂર્ણ સ્વભાવ સ્થિરતા છે. ૪થા ગુણસ્થાનકે મિથ્યાત્વમોહ અને અનંતાનુબંધી કષાયનાવિગમ (ક્ષય–ઉપશમ કે ક્ષયોપશમ) થવાના કારણે નિર્વિકલ્પ અવસ્થાની શરૂઆત થાય છે અને 12 મા ગુણસ્થાનકના અંતે મોહનો સંપૂર્ણ નાશ થવાથી વિકલ્પોનો સંપૂર્ણ નાશ થાય છે. અને ૧૧મે ગુણસ્થાને મોહ સર્વથા ઉપશાંત થાય છે. | મનરૂપી હે બાળક! તું કેમ ચંચળ બને છે? દોડી દોડીને તું થાકી જવાનો છે. આત્મા પર' વસ્તુ મેળવવા માટેનો પુરુષાર્થ કરે, એ નહીં મળે ત્યાં સુધી દીનતા આવ્યા વિના નહીં રહે. દીનતા એ આર્તધ્યાનનો પરિણામ છે. અશુભ કર્મ અને અંતરાય કર્મવિશેષથી બંધાય લાભાન્તરાય, અશાતા વેદનીય, જ્ઞાનાવરણીય વિ. બધા જ બંધાય, મળ્યાનો આનંદ તે રાગનો પર્યાય, વધારે મેળવવાનો લોભ જાગશે. સંતોષ પરિણામ નહીં આવે. સમ્યગુદૃષ્ટિને મિથ્યાત્વના ઉદય વખતે બે કારણે મેળવવાની ઈચ્છા થાય છે. (1) પ્રયોજન છે માટે (2) લોભના કારણે. પણ સમ્યક્ત હોવાથી એને તે ખોટું જ લાગશે, સંતોષનો પરિણામ એને આવશે. પર લક્ષણ તે દુઃખ કહીયે, નિજ વશ તે સુખ કહીએ' જે પણ પર વસ્તુ છે તે દુઃખરૂપ છે અને સ્વને વશ છે તે જ સુખરૂપ જેમ અગ્નિ બાળવાના સ્વભાવવાળો છે તો પ્રયોજન હોય ત્યારે સાવધાની રાખીએ છીએ. તેમ દરેક પર વસ્તુના ઉપયોગ વખતે વિચારણા કરવાની છે. સાવધાની રાખવાની છે. પ્રથમ ભેદ-રત્નત્રયીમાં તારી સ્થિરતા થશે તો જ અભેદ રત્નત્રયીમાં સ્થિરતા થશે. 6 ઠ્ઠા ગુણ ઠાણા સુધી રત્નત્રયીની ભેદતા છે અને ૭મે રત્નત્રયીની જ્ઞાનસાર // 129