________________ લોભહોઈ શકે પણ તેમાંવેગન હોય. એની માન્યતા શુદ્ધ હોય લોભનો પરિણામ ઈચ્છાથી શરૂ થઈને - મૂચ્છમાં એનો અંતિમ પરિણામ છે. એમાં આયુષ્ય બંધાય તો સમૂચ્છિમમાં જ જાય જ્યાં આત્માનું ભાન જ ન હોય. જેમ દેવશર્મા બ્રાહ્મણ પત્નીમાં મૂચ્છિત થયો તો પત્નીના વાળમાં લીખ તરીકે થયો. તપની વ્યાખ્યા પરની ઈચ્છાનો અભાવ. તપ પહેલા સંવર કરાવે પછી નિર્જરા કરાવે. ઈચ્છાનો રોધ તે સંવર છે. જયાં સુધી મિથ્યાત્વ ન નીકળે ત્યાં સુધી ગુણ - શ્રેણિ પર આત્માનો વિકાસ જ નથી. લોભ રૂપી વૃક્ષ પર આત્મા ચડી જાય તો તૃષ્ણારૂપી વેલડીઓ ફાલે-ફૂલે-વિકાસ પામે અને આત્મા ફળરૂપે ખેદાદિ પામે અને દુઃખને પામે છે. “લોભ મહાતરુ શિર ચઢ, બઢી તૃષ્ણા વેલી, ખેદ કુસુમ વિકસિત થઈ, ફલે દુઃખ ફળ મેલી (ફળીભૂત થાય) * મગ્નતા ક્યારે આવે? જ્યારે આત્મા સ્થિર થાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય ત્રણે સ્થિર છે. પુદ્ગલ જ્યારે સ્કંધ સાથે બંધાયો ત્યારે તે સ્થિર થયો એમ કહેવાય છે. પરંતુ વાસ્તવમાં પુદ્ગલ દ્રવ્ય અસ્થિર - અનિત્ય સ્વભાવવાળું છે કારણ પરમાણુઓનું પરિવર્તન થતું જ હોય છે. મન સતત ગતિશીલ છે એટલે આપણે પણ દોડાદોડ કરીએ છીએ.મન બહાર મેળવવા માટે દોડે છે પણ તેને વાસ્તવમાં બહાર કંઈ મળવાનું નથી, ને શ્રમિત જ થવાનું છે. તારામાં રહેલા નિધિ (ભંડાર) થી જ તને સ્થિરતા પ્રાપ્ત થવાની છે, (જ્ઞાનાદિ પાંચ). મનની તને પ્રાપ્તિ થઈ એટલે અસ્થિરતા વધી ગઈ. એકેન્દ્રિયથી અસંજ્ઞિ પંચેન્દ્રિય સુધીના જીવોને મન નથી એટલે એમને કર્મબંધ ઓછો છે. મન એ સાધન છે કર્મબંધનું અને મોક્ષનું, અંદરની સંપત્તિ ન દેખાય અને પર વસ્તુને મેળવવાની ઈચ્છા કરે ત્યારથી કર્મબંધ ચાલુ થઈ જાય છે. ગ્રહણ અને છોડવાની પ્રક્રિયા સતત ચાલુ જ છે. ધારેલી વસ્તુ જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી દીનતા પ્રગટ થાય એ જ્ઞાનસાર // 131