________________ આપણા માટે વિભાવમાંથી સ્વભાવમાં આવવાની પ્રક્રિયા છે. પછી તત્ત્વથી આત્માને નિહાળવાનો છે હવે એ વિરતી વીતરાગતામાં પરિણમન પામે છે કે નહીં. સંવરનું ફળ સમતા છે. શ્રાવકે પણ 12 વ્રતો ગ્રહણ કરીને સમતાના પરિણામ કેટલા આવ્યા તે જોવાનું છે. વિરતિ ધર્મના સ્વીકાર પછી આત્મા વીતરાગતા સન્મુખ થયો છે કે નહી? તે જોવાનું છે. નવતત્ત્વમય બનેલા આત્માને માત્ર એક તત્ત્વમય બની જવાનું છે. જીવ તત્ત્વમાં આવી જવાનું છે જેટલા અંશે એ સંવરમાં આવ્યો સમતામાં આવ્યો તેટલા અંશે નિર્જરા થઈ તેટલા અંશે જીવ શુદ્ધ થતો જાય તેટલા અંશે જીવમય બનતો જાય. જીવ અને અજીવ તત્ત્વ એ જ છે. ક્યા તત્ત્વમય બનવાનું છે. અને ક્યા તત્ત્વમય બનેલો છે? વર્તમાનમાં જીવ અજીવમય બનેલો છે તેને જીવમય બનાવવાનો છે. આપણા આગમ નિશ્ચયથી ભરેલા છે જો ગુરુકૃપાએ દૃષ્ટિ ખુલી જાય તો પદે પદે આત્મા દેખાશે. નહીંતર તમામ આગમો વાંચી જાઓ તો પણ કાંઈ ન મળે. આત્માનું સ્વરૂપ પૂર્ણ ઢંકાયેલુ છે અને વિપર્યાસ પૂર્ણ ખુલ્લો છે માટે અત્યંત શ્રદ્ધા અને આત્માના અર્થીપણાનો રૂચિનો પરિણામ આવશે તો જ દેવ - ગુરુ પ્રત્યે અત્યંત બહુમાનનો પરિણામ આવશે તો ગુઢને સમર્પિત થઈને ઉપાસના થશે. તો જ અધ્યાત્મખજાનો જે આત્મામાં રહેલો છે તે આપણને મળે તે માટે અત્યંતર તપ બતાવ્યો. ગુઢ નિષ્ઠા એ પરમ તપ છે. ચિત્તની સરળતા વિના પ્રાયશ્ચિત શક્ય નથી. વિનય એ ગુણ પ્રત્યે જાગેલો અહોભાવરુપ છે. જ્યારે ગુણી પ્રત્યે બહુમાન જાગશે ત્યારે તેમિથ્યાત્વ અને માનને તોડી નાંખશે પછી કઠિન એવા મોક્ષમાર્ગમાં પ્રવેશ ખૂબ જ સહેલો છે એના માટે આત્માનું અર્થપણું હોવું જરૂરી છે. માન અને મિથ્યાત્વ એ બે જીવના વિકાસક્રમમાં બાધક તત્ત્વો છે. દેવ ગુરુ પ્રત્યે અત્યંત બહુમાન ભાવતે બે બાધક તત્ત્વોને ભેદી નાંખે છે. આવા ગર્ભ રહસ્યોને આપણે ગુરુકૃપાએ પામવાના છે. ગુરુના હૃદયને જે શિષ્ય ભેદીને નીકળેલો હોય તે જ આ રહસ્યોના મર્મને પામી શકશે. આવો વિનયી શિષ્ય ગુરુની વૈયાવચ્ચ કરનારો હોય અને જ્ઞાનસાર || 125