________________ ગુરુના હાવભાવ પરથી જ ગુરુ શું ઈચ્છે છે તે જાણનારો અને તેમની ઈચ્છાને પૂર્ણ કરનારો હોય છે. ગુરુના આશ્રયને જે પકડી શકે તે ગુરુએ દર્શાવેલાં આગમના રહસ્યને પણ પકડી શકે. સંસાર કેવો છે? કર્મના ઉદયથી ક્લેશ અને સંતાપને જ અનુભવવાનાં છે એના રાગી પર સંક્લેશનું સંક્રમણ થઈ જાય છે. આવા સંસારના સંતાપથી જેનું મન ઉદ્ધીગ્ન થઈ ગયું છે તે વૈરાગ્યના માર્ગે જઈ વિરતિનો સ્વીકાર કરી વિતરાગતાને અનુસરે. વેદનાથી સંતપ્ત થયેલો આત્મા એનાથી છૂટવાના ભાવવાળો બન્યો ત્યારે તેનામાં ભાવ નિર્વેદ આવ્યો કહેવાય અને ગુણોને અનુભવવાનો ભાવ આવ્યો, તેનામાં સંવેગ આવ્યો. હવે એ ભાવ કઈ રીતે પ્રગટ થાય? સમ્યગ્દર્શન અને સમ્યગ્વારિત્રથી માટે જ તીર્થંકર પરમાત્મા દેશનામાં ફરમાવે છે કે હે ભવ્ય જીવો H તમે જગતના સ્વરૂપને છોડી દો અને આત્માના સ્વરૂપને પકડી લો અને સ્વભાવમાં સહજ સ્થિર થઈ જાઓ. 0 0 0 જ્ઞાનસાર // 126