________________ “અપસેટ' બની જાય છે કેમ કે સેટ થવા માટે સ્થિર અને શાશ્વત વસ્તુને જ પકડાય તેને પકડવાને બદલે તે અનિત્ય અને અસ્થિર એવા પુગલ ભાવોમાં જ સ્થિર થવાને ઈચ્છે છે તો કોઈ કાળે તેમાં સ્થિર થવાય ખરૂં? આ જ તો મહા-મિથ્યાત્વનો ઉદય છે. અસ્થિર મનને સ્થિર કરવા માટે જ તો દહેરાસરમાં નિસિપિ નો ઉપયોગ છે પણ આપણે નિશિહિ નો ઉંધો ઉપયોગ કરીએ છીએ મનમાંથી સંસાર નીકળી જવો જોઈએ તેના બદલે આખો સંસાર ક્રિયા કરતાં ઉભો થાય અને ભગવાન આખાને આખા નીકળી જાય જેને કેન્દ્રિબિંદુમાં રાખીને સઘળી ક્રિયાઓ કરવાની હતી એ પરમાત્મા જ હૃદયમાંથી ગાયબ આવી ક્રિયા આત્માનો શું ઉધ્ધાર કરે? અને ભવસિંધુથી શું પાર ઉતારે ? * મોહઆત્મામાં શું કરાવે? દરેક સારા કામ આજે નહીં કાલે કરીશ, પરમ દિવસે કરીશ એમ પછી પછી જ કરાવ્યા કરે અને કંઈ જ સારું ન થાય અને આપણો જ પછવાડો અર્થાત્ આયુષ્યનો અંત આવી જાય. મોહરાજાની આ જ તો કરામત છે! 84 લાખ યોનિમાં એમને એમ ભટકવું પડે છે? તેમાં આ મોહરાજાનો પ્રતાપ હોય છે તેનાથી બચવા ધર્મસત્તાને શરણે ગયા વિના કદાપિ નહીં ચાલે. આપણો રસ, આપણા પરમ પ્રેમને તે ઉપરમાં ખેંચી જાય છે અને ઈષ્ટ અનિષ્ટ ના વિકલ્પોની જાળમાં આત્માને ફસાવે છે અને આત્મામાં સાવ નિરસ બની જઈએ છીએ. તેથી પરભાવ ગ્રહણ - અગ્રહણ (રતિ - અરતિ) ભાવ ઉભા થાય છે અને આપણે આપણને ભૂલી જઈ સંપૂર્ણ આશ્રવમય બની જઈએ છીએ. સમ્યગ્દષ્ટિનું મન મોક્ષમાં રમે અને આપણું મન કાયા રૂપી મંદિરમાં રમે સતત રતિ-અરતિમાં જ ભ્રમણ કરે તો પછી સર્વજ્ઞ કથિત મગ્નતા આપણમાં આવશે કયાંથી? ગ્રંથિભેદ થયા પછી આત્માના સ્વરૂપ વિશે કોઈ શંકા નહોય સત્તાગત પોતાની શુદ્ધ અવસ્થા, સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાનો જ આશય હોય તે જ શુદ્ધાશયમાં તેનું મન રમતું હોય છે. જ્ઞાનસાર || 122