________________ દેહનું નિર્માણ કઈ રીતે થયું? આહારાદિ 6 પર્યામિ વિગેરેથી દેહનું સર્જન થયું તે માટે જીવાદિ નવ તત્ત્વો વડે એણે પૂર્ણ સ્વરૂપને જાણવાનું છે. નવ તત્ત્વનિશ્ચિય અને વ્યહારથી ન જાણે ત્યાં સુધી ધ્યાન થવાનું નથી. ધ્યાનમાં દેહ અને આત્માનું ભેદજ્ઞાન કરવાનું છે ને આત્મ પ્રદેશોમાં ગુણોનો અનુભવ કરવાનો છે આત્માનો સાક્ષાત્કાર કરવાનો છે. ૪થા ગુણઠાણે આત્મા અને દેહ ભિન્ન છે. એવી પ્રતિતી થાય અને 5 મે - 6 છે તે પ્રમાણે આત્મા થવાનો પ્રયત્ન કરે જેટલા અંશે થાય તેટલો અનુભવ થાય. ચોથે સાક્ષી ભાવે જાણકારીના સ્તર પર આવી ગયો અને પગે - દુદ્દે ગુણઠાણે એ આત્માને દેહમાં રહીને સ્વભાવને અનુભવવાનો છે. અતિ અલ્પકાળ આવા ભાવમાં આત્મા આવી શકે છે. ભલે પાંચમો આરો હોય અને છેલ્લે સંઘયણ હોય. 1/2 સમય આવો અનુભવ આત્મા કરી શકે છે. 8 સમયથી આગળ વધે ત્યારે શ્રેણી મંડાય છે. જે યોગીએ મન-વચન-કાયાનો રોધ કર્યો છે આશ્રવમાં જતાં યોગને રત્નત્રયીની એકતા અભ્યાસ દ્વારા જેને સાધ્ય છે તેવા યોગીને નમસ્કાર થાઓ. જ્યાં સુધી આત્મા ક્ષયોપશમ ભાવમાં છે ત્યાં સુધી સંપૂર્ણ અભેદતા નથી આવતી. ત્યાં સુધી એણે વચન આજ્ઞા યોગનો અભ્યાસ કરવાનો છે. રત્નત્રયીની એકતા વાસ્તવિક ૭મે ગુણઠાણે આવે આ ગુણસ્થાનકે જીવ આશ્રવમાંથી આત્મવીર્યને ખેંચી આત્મામાં સંવરથી લઈ શકે છે અને આત્મામાં સ્થિર થાય છે. 7 મે ગુણસ્થાનકે વીતરાગતાને અનુભવવાનો જ એકમાત્ર મનોરથ હોય છે. કર્મોથી મુક્ત થવા માટે જ વ્યવહાર ધર્મ છે. શુદ્ધ વ્યવહાર ધર્મ રૂપ પસમિતિ અને 3 ગુપ્તિમાં આત્મા જોડાય છે ત્યારે વિષયકષાયથી જેટલો મુક્ત હોય તેટલોતે અપ્રમત્ત કહેવાય છે. નિશ્ચયથી સમ્યગ્દર્શન ૭મે ગુણઠાણે કહ્યું કારણ કે એનિશ્ચય જ્ઞાનને જ્ઞાન રૂપે ત્યારે જ માને જ્ઞાનથી જે પ્રમાણે જાણે શ્રદ્ધાથી સ્વીકારે અને તે પ્રમાણે જ્ઞાન કાર્યમાં પ્રવર્તમાન થાય. જ્ઞાનનું ફળ વિરતી - ૭મે પ્રમાદથી રહિત થાય ત્યારે જ્ઞાનનું કાર્ય પ્રવર્તમાન થાય છે. જ્ઞાનસાર // 120