________________ આવો આત્મા આ તત્ત્વ સાંભળતા જ ઉપશમભાવોને પામી જાય અને જ્યારે અનુભવે ત્યારે તો એ આત્મામાં પરમ શીતળતાનો અનુભવ કરે અરે! શીતળતા પણ તેની પાસે ઝાંખી પડે. તેના સુખને કહી શકાય એમ જ નથી જે અનુભવે છે તે આત્મા ધન્ય છે ! કેમ કે તત્ત્વ એ કષાયોના તાપને દૂર કરે છે અને પરમ ઉપશમ ભાવને પમાડે છે - આ ભાવને વારંવાર પામતાં જીવ વીતરાગ બની સર્વજ્ઞ બને પછી તે ત્રિલોક - પૂજ્ય બને છે. ગાથા - 8 યસ્ય દષ્ટિઃ કુપાવૃષ્ટિ ગિરઃ શમસુધાકર, તઐ નમઃ શુભ શાન, ધ્યાન મગ્નાય યોગિને” ગાથાર્થ જેની દૃષ્ટિ કરુણાની વૃષ્ટિ કરે છે અને વાણી પ્રશમરૂપ અમૃતને છાંટે છે. પ્રશસ્ત જ્ઞાન-ધ્યાનમાં મગ્ન યોગીને નમસ્કાર હો! મગ્ન બનેલાની દૃષ્ટિ કરુણાથી છલકાય - ભરાઈ જાય છે. આસ્તિક્ય નું ફળ અનકંપનિર્વેદ, સંવેગ અને શમ બને છે તે ગુણો પ્રગટ થયા પછી જ વિરતિ પૂર્વકની પૂર્ણ સમતા મળશે. કરુણારસથી ભરેલા આત્માની જે વાણી નીકળશે તે અમૃત વર્ષારૂપે બનશે. પરમાત્મામાં કરુણાનો સાગર ઘૂધવતો હતો માટે ચંડકૌશિકને માત્ર બુઝ - બજઝ કહ્યું તેનાથી તેના પર કરુણાની વર્ષા થઈ અને એ બુઝી પણ ગયો અર્થાત્ કષાય અગ્નિ ચંડોકૌશિકનો શાંત થઈ ગયો. જ્ઞાનનું ફળ કરુણા, એનું ફળનિર્વેદ (સુખપર કંટાળો) એટલે ગુણોનો અભિલાષી બનશે. આથી સમુ નું સુખ પામશે તે બીજભૂત છે ને પછી એ વિરતી લેવાને તૈયાર થશે અર્થાત્ સમ્યગ્દર્શન આવ્યા પછી જ આત્મામાં તાત્વિક વૈરાગ્ય આવશે. યોગમાં રહીને યોગથી પર થવાની સાધના કરે તે યોગી, તેવાને આપણે નમસ્કાર કરીએ છીએ. પ્રભુની કરુણા વર્ષાચંડકોશિયા પર થઈ તેના પ્રભાવથી ચંડકોશીયાની જ્ઞાનસાર || 118