________________ સ્વિકાર કર્યો છે તેઓ મહાભાગ્યશાળી કારણ એ સ્વરૂપ ગમી જવું એ અતિ દુર્લભ છે. આત્માનું સ્વરૂપ અઘાતી - કર્મોથી પૂર્ણ ઢંકાઈ ગયું છે. તેથી આત્મ સ્વરૂપનો અનુભવ થાય ક્યાંથી? આખું જગત 10 પ્રાણો વડે જ જીવન જીવી રહ્યું છે પણ ભાવપ્રાણો શું છે એ જ ખબર નથી. આપણી કર્મલઘુતા કહો કે સર્વજ્ઞપ્રણિત શાસન મળી ગયું છે તેથી આત્મ-સ્વરૂપ શુદ્ધ રીતે જાણવા મળી રહ્યું છે. છતાંયે કમનશીબી એ છે કે હજુ જાગતાં નથી પણ સંસારના અનુસ્ત્રોત માં તણાઈએ છીએ. પ્રતિ સ્ત્રોતમાં તરતાં નથી. ચોથા માર્ગની ઢચિ પ્રગટ થવી અતિ દુર્લભ છે. અપૂર્વ મિથ્યાત્વનો વિગમ થાય, અપૂર્વ શ્રદ્ધા પ્રગટે ત્યારે જીવનો મોક્ષ માર્ગ ભણી ડગ મંડાય, તેની જરૂચિ પ્રગટ થઈ જાય. તત્ત્વ સંવેદન રૂપ જ્ઞાન પ્રાપ્ત થાય અને જગતને ભૂલી જાય ત્યારે જે સુખ અનુભવે તેનું વર્ણન થઈ શકે એમ નથી. દેવપણું મળવુ હજુ સુલભ પણ જિન પ્રણિત ધર્મ મળવો દુષ્કર છે. નરકાદિ દુઃખના ભયથી અથવા પુણ્ય બાંધવાથી સુખ મળે એ હેતુ વ્યવહારમાં ધર્મની પ્રવૃત્તિ કરનારા ઘણા મળે છે પણ વધુ સંહાવો થપ્પો વસ્તુનો સ્વભાવને ધર્મ છે એ વાત સમજવી અઘરી છે. આત્મા એ જ વાસ્તવમાં સ્વભાવરૂપ છે, એ જ શાસ્ત્રનો સાર છે અને એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે એમ જીવને નિર્ણય થતો નથી. આ સાંભળવા મળી જાય પણ તેને સ્પર્શે એવા તો કોઈક વિરલા જ હોય છે. જિન વચન જીવ સાંભળેલું ધારણ કરે તેના પર ચિંતન - મનન કરે અને ગુરુ સન્મુખ જઈ પરિણતી કેળવવાનો પ્રયત્ન કરે. જ્યારે આત્માને પોતાના સ્વભાવ અને સ્વરૂપનું ભાન થાય ત્યારે તે આત્મા વિષયોને વિષ્ટાની માફક છોડી દે છે અને નિર્મળ એવા આત્મ ભાવોમાં રમણતાને પામે છે. જ્ઞાનસાર || 117