________________ ઝેરવર્ષા અમૃતરૂપે સ્વાત્મા પર ફરી વળી. બહાર જોવાનું બંધ કરી અંદરની કષાય - અગ્નિને બુઝાવવાનું શરૂ થયું. ચંડકોશિયાની દૃષ્ટિ ઝેરવાળી છે જ્યાં જુવે ત્યાં બાળી નાંખે પણ પરમાત્માની દૃષ્ટિ એના પર પડી અને “બુઝ-બજઝ કહેવા દ્વારા એના પર અમૃતનું સિંચન કર્યું તેથી તેની આખી પરિણતી ફરી ગઈ અને પોતાની દૃષ્ટિ કેવી છે એનું ભાન થયું આથી તેણે નિર્ણય કર્યો કે હવે મારે જગત સામે જોવું જ નથી માટે એણે મુખ અંદર રાખીને માત્ર આત્માને જ જોવાનું કાર્ય કર્યું. સાધુ પણ એવું જ ઈચ્છે કે મારે હવે જગત સામે જોવું જ નથી અને જ્યાં નજર કરે ત્યાં માત્ર કરુણા જ વરસે માટે જ અભય ભાવ એ દીક્ષા છે. પોતે અભય બને અને બીજાને પણ અભય આપનારો બને માટે જ સાધુ બધુ જ કાર્ય જયણાપૂર્વક કરે જેથી કર્મ બંધ ન થાય. પ્રભુએ કહ્યુ છે “કહે ચરે, કહે ચિટ્ટે કહમાસે કહંસએ કહં ભુજતો ભાસતો?” જીવ કેમ ચાલે, કેમ બેસે, કેમ બોલે, જવાબમાં કહે છે કે જયંચરે, જયંચિટ્ટ, જયણા પૂર્વક ચાલે, જયણાપૂર્વક બેસે, જયણાપૂર્વક બોલે જૈન શાસન જયણા પ્રધાન શાસન છે. સાધુ બધું જ કાર્ય જયણાપૂર્વક કરે માત્ર હવે આ જ દૃષ્ટિ સાધુની બની ગઈ હોય, જ્યાં જુવે ત્યાં કરુણાથી જ જુવે માટે તે યોગી બની જાય. બોલે કેવું? બોલવાનું બંધ, દીક્ષા લે ત્યારથી જ જગત સાથે બોલવાનું બંધ અને આત્મા સાથે જ વાતો કરે, બિન જરૂરી બોલવાનું બંધ કરે તો આત્માની વિચાર શક્તિ પ્રબળ બને છે અને અંદર આત્મા સબળ બને છે. કારણ વીર્ય શક્તિ વેડફાતી નથી 24 કલાક જાગ્રત હોય ગમે તેવી પરિસ્થિતિ આવી જાય. માર્ગ કાઢી શકે મૌનીને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય યોગ્ય આત્મા સામે આવે તો તેનું કાર્ય થઈ જાય. સ્વનું ને જગતનું સ્વભાવ અને સ્વરૂપનું જ્ઞાન જેને નથી તે ધ્યાનમાં શું કરે ? સાધુ બધે જ નિર્જરા કરે ખાતા -ચાલતા, કારણ કે એણે જ્ઞાન એ રીતે પરિણત કર્યું છે જેના કારણે એ સતત ધ્યાનમાં જ હોય. સર્વજ્ઞ ભગવંત જે રીતે સ્વભાવ અને સ્વરૂપને જાણી રહ્યા છે તે જ રીતે આપણે પણ તેને જાણીયે તે યથાર્થ જ્ઞાન છે. દેહને આત્માનું જેણે સ્વરૂપથી જ્ઞાન કર્યું નથી તેણે આગળ જતા મુંઝાવવાનું જ છે. જ્ઞાનસાર // 119