________________ પ્રાણીની રક્ષામાં કામ નથી આપતા તો એદ્રવ્યપ્રાણોને બચાવશે નહી. ‘અપ્રાણ વોસિરામિ' કરી દેશે. પરિગ્રહ વધે, માન-સન્માનની ઈચ્છા થાય, ક્ષેત્ર ગમે, ભક્તોનો મેળો ગમે એવું જે સાધુને ગમે તે ભાવપ્રાણોનો ભક્ષક બને છે અને જેનામાં એ નથી તે ભાવપ્રાણોનો રક્ષક છે. તત્ત્વરમણતા વિના આત્મામાં ઉપશાંતતા આવતી નથી સ્યાદ્વાદ અનેકાંતવાદથી જગતને જોનારો, જાણનારો, સ્વીકારનારો મુનિ હોય તેને ક્યાંય ઘર્ષણ નહી થાય, તત્ત્વ એ અમૃત દૃષ્ટિ છે. કોઈપણ વસ્તુને તત્ત્વદેષ્ટીથી જોશો તો રાગાદિભાવ નહીં થાય. શ્રાવક જ્ઞાનધારાથી ઉપયોગથી સતત આરાધનામાં રહી શકે છે. પશ્ચાતાપના ભાવથી, અનુમોદનાથી એની આરાધના ચાલુ રહી શકે છે. * સતી અને મહાસતીમાં ફરક શું? બંને શીલ સમાન પાળે છે. બન્નેમાં એક પણ રૂવાડામાં પરપુરુષનો ભાવ નથી. તે સતી પણ જેણે પરમાત્માની વાતનો સ્વીકાર કર્યો જેના રોમે રોમ વીતરાગ પરમાત્માના વચનો પ્રમાણે વર્તે છે એ મહાસતી છે. ' ઉપશમનું બિંદુ જે પ્રાપ્ત કરે છે તે ઉપશમનું સુખ પ્રાપ્ત કરે છે. આરાધનાનું ફળ ઉપશમ ભાવ છે. ચારે બાજુથી ફરી રહેલો છે તે સ્થિર થાય તે ઉપશમભાવ. આતમસંગે વિસલતા, પ્રગટે વચનાતીત, મહાનંદ રસ મોકલો, સકલ ઉપાધિ વર્જિતા” વર્તમાનમાં વાસ્તવિકધર્મદુર્લભ છે. જેને આત્મ ધર્મની સ્પર્શના થાય તેનામાં શીતલતા આવે તે ધર્મનું તાત્કાલિક ફળ છે. માટે નિશ્ચય ધર્મને સમજીને વ્યવહાર ધર્મને સ્પર્શીને આરાધના કરશો તો જ ધર્મનું તાત્કાલિક ફળ મળશે. માર્ગની શરૂઆત પણ અહીં જ અને અનુભૂતિ પણ અહીં જ. જિન બનીને જિનનું ધ્યાન ધરવાથી જિનનો અનુભવ થાય.જિન બનવાની તાલાવેલી જાગશે. જેઓએ વિકલ્પવિના દરેક આત્મા સત્તાએસિધ્ધ છે આ જિનવચન જ્ઞાનસાર || 116