________________ ગાથા - 7 રામશૈત્યપુષો યસ્ય, વિપ્રષોડપિ મહાકથા | કિં સુમો જ્ઞાન પિયુષ, તત્ર સર્વાગ મગ્નતામ્ . 7 ગાથાર્થ રામ રૂપી શીતલતાની પુષ્ટિ કરનાર જ્ઞાનામૃતના બિંદુની પણ મહાકથા છે, તો જ્ઞાનામૃતમાં સંપૂર્ણપણે મગ્નતાની શી સ્તુતિ કરીએ. સમતા - ઉપશમતા રૂપ શીતલતાનું બિંદુ પણ જો આપણને મળી જાય તો આનંદ થાય. જે અમૃતના કુંડમાં (જ્ઞાનની ઉપાસના) સદાયે ઝીલતા હોય તેની સ્તવના હું કઈ રીતે કરી શકું? “જિનવાણી નિત્ય નમું, કીજે આતમ શુદ્ધ, ચિદાનંદ સુખ પામે, મીટે અનાદિ અશુદ્ધ” જિનવાણી સાંભળતા સાંભળતા આત્મા ઉપશમને પામી જાય છે તો જે એને આત્મસાત કરે એના આનંદની તો શી વાત કરવી? સમજણ પૂર્વક કષાયની ઉપશાંતતા ન થાય ત્યાં સુધી અંદર ઉકળાટ ચાલુ રહે, અનંતાનુબંધી કષાય ઓછો થાય એટલે મિથ્યામોહનબળો પડે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થી નિવાસ” મુનિ એટલે ભાવપ્રાણોનો રક્ષક આજ સુધી જગતમાં જે મેળવવાની ઈચ્છા હતી તે હવે મેળવવા જેવી ન લાગે હવે તો બસ, સાચો માત્ર એક મોક્ષ અભિલાષ. પરમાત્માની વાતનો દૃઢતાપૂર્વક સ્વીકાર એ જ આત્મહિત છે. વર્તમાનમાં મોટાભાગના જીવો પુલ માટે જીવી રહ્યા હોય પણ આત્મા માટે જીવતા ન હોય એમ લાગે. મુનિ એટલે જ ભાવપ્રાણનો રક્ષક, ભાવપ્રાણનો ભોકતા અને તેનો જ શોધક. “જીવો અને જીવવા દો મુનિને જ્યારે લાગે કે દ્રવ્યપ્રાણો હવે ભાવ જ્ઞાનસાર // 115