________________ સાધનો દુઃખરૂપ બની જાય છે. કર્મનો ઉદય એ જ સંસાર તે સર્વદુઃખરૂપ છે. આત્મામાં પ્રગટતું અપેક્ષા વિનાનું સ્વાભાવિક સુખ તે જ સાચું સુખ છે. - મિથ્યાત્વને કારણે વિષયોમાં સુખ છે એમ જે માને તેને વિષયપ્રતિભાસ સુખ કહે છે. બોધ હોય અને તે પરિણમન થયેલો હોય તો તે રૂચિ આત્મ-સન્મુખ કરાવે, તેને આત્મપરિણતવત્ કહે છે. ઈષ્ટ - અનિષ્ટમાં સુખ દુઃખની ભ્રાંતિ રાગાદિ પરિણામ કરાવે છે. શેય માત્રમાં આનંદ છે. પણ તેમાં રાગાદિ ભાવો કરી આત્મા પીડા પામે છે. પર-પરિણતી વારવી. અર્થાત્ આત્માને પરમાં જતો રોક્યો. રૂપી શેયના જ્ઞાતા બનવા માટે અવધિજ્ઞાન જરૂરી છે. તે જ્યારે આત્મા અતિ નિર્મળ મનોભાવ વડે યુક્ત હોય ત્યારે થાય છે. આપણને જે વસ્તુ પર મોહ થાય છે તે વસ્તુમાં મોહ ભળતો નથી. પરંતુ આપણા આત્મામાં જ મોહભળેલો છે તેથી રાગાદિ-દશા- વિચ્છતા પ્રગટે છે. વસ્તુ તો વસ્તુ જ છે. જેમપિશ્ચરમાં સીન એક પછી એક ચાલ્યા જાય એમાં કાંઈ ફેરફાર નથી પણ તેનું સંવેદન આત્મામાં પ્રગટ થાય છે. એમ નિમિત્ત મળતાં આત્મામાં મોહ પ્રગટ થાય છે. પણ આત્મામાંથી જો મોહ દૂર થઈ જાય તો આત્માનો સ્વભાવ પ્રગટ થઈ જાય. અભવિ ને બોધ હોય છે. પણ પરિણામ સમ્યગૃહોતા નથી. કેમ કે તે મૂળને અર્થાત્ મોક્ષ તત્ત્વને જ માનતો નથી. તેની દષ્ટિ સંસાર -સન્મુખ જ હોય છે. કાળું ધોળું ઈત્યાદિ પુદ્ગલમાં થાય છે આત્મામાં નહી. આત્માના તમામ પ્રદેશોમાં જ્ઞાનાદિ ગુણો રહેલા છે તેમ જ સત્તામાં મોહાદિવિભાવો પણ રહેલાં છે. જ્યારે મોહદિ વિભાવો જ્ઞાનમાં પ્રવેશે ત્યારે વિષય - પ્રતિભાસ રૂપ જ્ઞાન પ્રગટ થાય. જ્યારે આત્મવીર્ય - મોહાદિ પરિણામમાં જતા અટકે ત્યારે સ્વપરિણતી રૂપ બને એટલે જ્ઞાન શુધ્ધ થાય. એટલે પુદ્ગલએ પુદ્ગલ જ છે એમ સ્વીકાર કરે એ જાણે કે પુગલ એ પૂરણ-ગલન સ્વરૂપ છે માટે તેમાં જ્ઞાનસાર // 113