________________ ઉત્સુકતા ભાવ સમતા ભાવનો વિરોધી છે તેથી ચિત્તવૃત્તિ અસ્થિર થતાં સમતા ભાવને આત્મામાંથી દૂર કરે છે. તામસ અને રાજસ જિજ્ઞાસા દૂર કરવાની છે. કેમ કે તેમાં સુકય પરિણામ ઉભો જ છે. તે ઈષ્ટ સંયોગ અને અનિષ્ટ સંયોગની શોધમાં જચિત્ત રમ્યા કરે છે. પરિણામે ચિત્તવૃત્તિ અસમાધિમાં ભળી જાય છે. ઈષ્ટ સંયોગ ગમી જાય એટલે આત્મા ગ્રહણ આદેય, ઉપાદેય પરિણામ કરીને ઉપાધિ અંદરમાં ઘાલે છે. શાંત સમુદ્ર સમાન આત્માનો જે સ્વભાવ છે તેમાં કાંકરી પડે તો શું થાય? ચિત્ત ડામાડોળ બની જાય છે માટે તામસ અને રાજસ એ બેવૃત્તિ છોડી દેવી માત્ર સાત્વિકજિજ્ઞાસા જ આત્મકલ્યાણનું કારણ બને છે. ઔચિત્ય ભાવે જ સર્વ સાથે વર્તવાનું છે ઔચિત્ય ભાવ પણ ઉદાસીન ભાવે કરવાનો છે. ક્રિયા પણ ઉદાસીન ભાવે કરવાની નહીંતર ક્રિયામાં પણ ગર્વ ઉભો થશે કે હું ખુબ સારૂ કરું છું. નમન ની ક્રિયા પણ કેટલી મહાન છે? આત્મવીર્ય આત્મ પ્રદેશોને નમાવવાનું કાર્ય કરે છે. આત્મવીર્ય સાથે ઉપયોગ આત્માના ગુણોમાં જવો જોઈએ તો આત્મવીર્યઆત્મ પ્રદેશોમાં પરિણામ પામે છે. વ્યવહારથી કાયાકાયાને નમી રહી છે. નિશ્ચયથી ગુણ- ગુણને નમે છે. સત્તાએ આપણે પૂર્ણ છીએ. વર્તમાનમાં આપણે અપૂર્ણ છીએ. આપણો આત્મા પૂર્ણ થવા માટે પૂર્ણને નમે છે. જ્ઞાનગુણ જ્ઞાનગુણને નમે છે એ જ રીતે પાંચે ગુણ પાંચ ગુણની પૂર્ણતાને નમે છે. ત્યાગ કરો અર્થાત્ છોડો તો પામો. ક્રિયા પણ ચૈતન્ય સાથે તદાકાર થાય તો જ તે આનંદનો અનુભવ કરે છે. જ્યારે “પર” પુદ્ગલને સુખ બુધ્ધિથી પકડીએ છીએ ત્યારે તે પકડવામાં આત્મવીર્યનો દૂરુપયોગ થાય છે અને મોહની વૃધ્ધિ થાય. આથી અહિત થાય છે. જેમ તાપ દૂર કરવા છત્રને માથે રાખીએ છીએ પણ તેનો દાંડો હાથમાં પકડતા હાથ શ્રમિત બને છે. તેમ સુખ - સાધનોને શાંતિ માટે પકડીએ છીએ પણ તે જ સુખના જ્ઞાનસાર || 112