________________ જો દોષોના ઉદયમાં પશ્ચાતાપ હોય તો ખાતાં ખાતા પણ એ નિશ્ચયથી કર્મને ખાતો જાય અને નિર્જરા કરતો જાય. * સુધા વેદનીય કર્મ કઈ રીતે બંધાય છે? ખાય નહિ પણ ખાવાની અભિલાશ કરે–જરૂર નહોવાછતાં વારંવાર ખાવાનું ચાલુ રાખવાથી ક્ષુધા વેદનીય કર્મ બંધાય છે. માટે જ તલિયો મત્સ અને કંડરિક 7 મી નરકમાં ગયો અને પુંડરીક સર્વાથ સિધ્ધમાં ગયા. વિષયો સુખ રૂપ ત્યારે જ લાગે જ્યારે જીવ તેમાં પહેલા ઉત્સુકતા, વિહ્વળતા, આકૂળતા ઉભી કરે અને આત્માના પરિણામ બગાડે એટલે પછી એવેદનાના પ્રતિકાર માટે સાધનોની શોધ કરે છે એને ભોગવે છે અને પીડામાં પણ મિથ્યાત્વના કારણે સુખ માને છે એ જ મોટામાં મોટુ બંધનું કારણ બને છે. પુંડરીકે 4 આહારનો ત્યાગ કર્યો ગુરુ મહારાજના દર્શન ન થાય ત્યાં સુધી ખાવાના પરિણામ ગયા અને કંડરિકે ૧૦૦૦વર્ષ ચારિત્રપાળુ પણ અંતે બધું જ ભોગવવાનો ભાવ આવ્યો - અને આકંઠ ખાધું માટે મરીને ૭મી નરકે ગયો ત્યાં અંતમૂહર્તે-અંતમૂહર્ત સુધાવેદનીયનો ઉદયછે. શાતા - અશાતા માં અઘાતિ કર્મનો ઉદય છે. તેના ઉદયમાં તે સમતા ગુણને વેદી શકે છે. પાર્શ્વનાથ ભગવાન પર કમઠ ઉપસર્ગ કરે છે અને ધર્મેન્દ્ર ભક્તિ કરે છે બંને પોત પોતાને ઉચિત કાર્ય કરે છે પણ ભગવાનની બન્ને પર સમદષ્ટિ છે. આમાં મોહના ઉદયને આધિન નથી બનવું એ જ કેન્દ્રબિંદુ છે જ્યારે જીવદેહ અને ઈન્દ્રિય રૂપ સાધનથી પર બને છે ત્યારે જ તે આત્મસુખનો અનુભવ કરી શકે છે. ચિત્તની કેટલી બધી એકાકારતા-તન્મયતા લાવવી પડે? કાઉસ્સગ્ગ એ પણ આવી જ એક મહાન સાધના છે દ્રવ્યથી સાધન હોય - પરિણામથી સાધનથી છૂટી ગયો હોય તે જ આત્મસુખને માણી શકે. આવું થાય ત્યારે કાઉસ્સગ્ગ ધ્યાનની સફળતા થઈ કહેવાય. પણ ચિત્તવૃત્તિ મોહ સાથે જોડવાથી - ઉત્સુકતા ભાવ ઉભો થાય છે. જ્ઞાનસાર || 111