________________ પ્રક્રિયા ચાલુએટલે વાસ્તવમાં તૃપ્તિ નથી. કેમ કે એ રોગ છે. તેથી જ અણાહારી પદ એ જ વાસ્તવમાં સુખ છે શ્રેણી કેવી રીતે ચઢાય? શુભ ભાવમાં ચઢે તેમાંથી પ્રશસ્તમાં જાય તેમાંથી શુદ્ધ ભાવ અર્થાત્ સ્વભાવમાં જાય એટલે શ્રેણી સડસડાટ ચઢે અને સિદ્ધિરૂપી વરમાળાને વરે. 0 સુધા વેદનીય દૂર કરવાનો ઉપાય - સુધા - પરિષહ - જપ અને તપ છે. - સુધા વેદનીયને જીતવા માટે ક્ષુધા પરિષહમૂક્યો. - તપ કરવા છતાં ખાવાને સુખરૂપ માનવું- તો તે તપ વાસ્તવમાં તપ જ નથી. મિથ્યાત્વ આવીને ઉભુ રહ્યું. દુઃખના પ્રતિકાર રૂપ આપણને સાધન મળે છે તેને જ આપણે સુખ માની બેઠા છીએ માટે ધ્યાનમાં અરૂપીને પકડવાનું છે. ઈન્દ્રિયથી અતીત સુખ છે તે કહી શકાતું નથી. વાણીનો વિષય પણ બની શકતી નથી માત્ર અનુભવનો વિષય છે. * શાતા એ સુખ નથી પણ પીડા છે. શાતા અને અશાતા બંને પુગલમય હોવાથી દુઃખ રૂપ જ છે. તેના અભાવમાં જ અવ્યાબાધ સુખપ્રગટ થાય છે બંનેના ઉદયમાં સમ્યગ્દષ્ટિ આત્મા વિરતીના પરિણામમાં સમતાને જ વેદે છે. “પુણ્ય એ દુઃખરૂપ છે.” જતો શ્ચિએ પશ્કM સોન્મ સુહ નિત્ય, દુકુખમવેદ, તપડિયાર, વિભત, તો પુણફલ પિ દુર્મતિ. વિશેષાવશ્યકમાં કહ્યું છે કે હે સૌમ્ય, તું સાંભળ આ સુખ નથી પણ દુઃખ જ છે તે પ્રત્યક્ષ છે. દુઃખ ઉત્પન્ન થયું છે તેના પ્રતિકાર રૂપે કરે છે પુણ્યના , ઉદયથી દુઃખ જ મળે છે. પુણ્યનું ફળ દુઃખ જ છે. કર્મના ઉદયથી કદી ગુણ પ્રગટતા નથી. કર્મોના ક્ષય, ઉપશમ કેલયોપશમથી ગુણો પ્રગટવાના છે એના માટે તો પુરુષાર્થ જ જરૂરી છે. જ્ઞાનસાર // 110