________________ પવિત્ર કરે, પુણ્યની સહાય લઈને આત્માના ગુણોને પ્રગટ કરવા તે પુણ્ય. મગ્નતા એકમાં થાય - ભ્રમણતા અનેકમાં થાય માટે સાધુ જ મગ્ન થાય. એક વિષયમાંથી બીજા વિષયમાં જવું, કપડાં અલગ, ખાવાનું અલગ, મકાન અલગ - બધામાં વિવિધતા એ જ ભ્રમણતા. નિર્દોષ ગોચરી લાવવાનો આનંદ પણ વાપરતાં પાછો રસ ન પોષાય નહીંતર ઈંગાલ” અને “ધૂમ” એમ બે દોષો લાગવાનો સંભવ છે. સમકિતી મિથ્યાત્વાદિ-વિભાવદશાને દુઃખ માને છે પણ અશાતાના ઉદયને દુઃખ નહિ માને. 0 મિથ્યાત્વ 3 પ્રકારના છે. (1) કરણ વિપર્યાસઃ હું પરનો કર્તા છું, પરનું કારણ હું છું. (2) સ્વરૂપ વિપર્યાસઃ દેહને જ આત્મા માને મોટા ભાગની ધર્મક્રિયાઓ દેહથી થાય અને આત્મા તેમાં ભળતો નથી મેંબધો ધર્મ કર્યો એમ માને, દેહની બધી જ પ્રવૃત્તિને આત્માની જ માને છે. આ સૌથી મોટુ મિથ્યાત્વ છે. વંદન કરતી વખતે આત્મા પોતાના ગુણો વડે ગુરુમાં રહેલા ગુણોને વંદન કરે છે એમ ઉપયોગ હોવો જોઈએ. (3) ભેદભેદ વિપર્યાસઃ આત્મા માટે અતિશય ભયાનક છે કે તે પરમાં આદરવાળો બને છે વિનાશી પ્રત્યે સુખબુદ્ધિ, ભોગ બુદ્ધિ કરે, શાસ્ત્ર ચક્ષુથી મુનિ જગતને જોનારો, સ્વિકારનારો હોય તો ન બંધાય - પણ જો ચામડાની આંખોથી જુએ તો કર્મથી બંધાય. જૈન ભાવ શાન સમમાંહિ શિવસાધન સહીએ, નામ વેશ શું કામ ન સીઝ, ભાવ ઉદાસી રહીએ.” શાસ્ત્રને, ક્રિયાને, વિધિ વિધાનને માત્ર શિવનું કલ્યાણનું) સાધન માનવાનું છે. વેશ-પદવી - સંજ્ઞા વિગેરેમાં સાવધાન ન રહે તો એ જ બધું ડૂબાડશે. જ્ઞાનમાં રમણતા કેટલી થઈ?જગત પ્રત્યે ઉદાસીનભાવ કેટલો આવ્યો એ વિચારવાનું છે ગુણ એ આત્મા સાથે અભેદપણે છે. જ્ઞાનસાર || 108