________________ જીવ કેવો લુબ્ધ બને એ વિચારણા કરવાની છે. બ્રહ્મદતે અનુબંધ કર્મ બાંધ્યું તો નરકમાં પણ કુરુમતી છૂટતી નથી. (1) વિષયનો વૈરાગ્ય હજુ પણ થઈ જાય પણ ગુણ વૈરાગ્ય કે પોતાની * પાસે લબ્ધિ વિગેરે જે છે તે બીજાને બતાવવાનો ભાવન થાય, લેશ માત્ર ઈચ્છા પણ ન થાય તે ‘ગુણ વૈરાગ્ય અતિ કઠિન છે. કેવળજ્ઞાન ત્યારે જ થાય જ્યારે આ બંને વૈરાગ્યને વટાવી જાય ત્યારે વિતરાગતા” પ્રગટે. “સબમે હૈ ઔર સબમે નાહિ, તું નટ રૂપ અકેલા, સ્વભાવે રમતો તું ગુઢ, વિભાવે રમતો તું જ અઢ ચેલો” જ્ઞાનના સારનું ફળ શું? પોતાનામાં મગ્ન બનવું. ભેદજ્ઞાન એટલે જ સમ્યકત્વ સર્વજ્ઞએ જગતનું જે સત્ય કહ્યું તેનો નિર્ણય તે સમ્યક્ત. ૪થા ગુણઠાણે આત્મા આવ્યો એટલે બહિરાત્મામાંથી અંતરાત્મા બન્યો અને હવે પરમાત્માનું આલંબન પોતાના પરમાત્મ સ્વરૂપને પામવા માટે લેવાનું છે. અર્થાત્ સત્તાગત પરમાત્માને પ્રગટાવવાના છે. ઉત્સર્ગ-ત્યાગ 12 ભેદે તપ કરવામાં આવે તો સાચો ઉત્સર્ગથાય. 4 થા ગુણસ્થાનકે મારો આત્મા અયોગી છે એનો નિર્ણય કરીને બાર પ્રકારનો તપ કરવાનો છે. આત્મા અયોગી ક્યારે બને? તમામ પ્રકારના પુદ્ગલોથી છૂટે ત્યારે મન-વચન-કાયયોગ પણ પુદ્ગલ જ છે. તેનાથી છૂટવાના દ્રઢ નિર્ણય પૂર્વક જ્ઞાનયોગમાં લીન બનીને જ્યારે અપ્રમત્ત સાધના કરે ત્યારે જ આત્મા યોગમાં રહીને અયોગી બનવાની સાધના કરી શકે. લોક વ્યવહાર ગૌણ અને લોકોત્તર પ્રધાન બનવું જોઈએ. દેહ અને ઈન્દ્રિય સુખોનો ત્યાગ થાય ત્યારે જ આત્મિક સુખ થાય. પુદ્ગલમાં સુખ - દુઃખ છે જ નહીં પણ શાતા - અશાતા વેદનીયના ઉદયમાં મોહના કારણે સુખ દુઃખની ભ્રાંતિ થાય છે. આત્મા એમાં ડૂબે છે માટે આનંદની જગ્યાએ પીડા પામે છે. ઘાતી કર્મની 45 પ્રકૃતિઓ છે એ બધી પાપની જ છે. તેથી પહેલાં પાપ જ જશે આઘાતીની પ્રકૃતિમાં પાપ ને પુણ્ય બને છે. પુણ્ય -જે આત્માને જ્ઞાનસાર // 107