________________ પરાવર્તન કરાવે છે. સ્વાભાવિકને અપેક્ષાની જરૂર નહી ને નકલીને અપેક્ષા વગર ચાલે નહી. મિથ્યાત્વનીકળે પછી જ રમણતાનો વિકાસ થશે એ વિના ગમે તેટલું કષ્ટ સહન કરે, ભણે, દેહને ગાળે તો પણ જ્ઞાની ભગવંતોએ એને દુઃખ રૂપ કહ્યું છે. તપ કરો, સંજમ ધરો, ગાળો નિજ દેહ જ્ઞાન વિના નહીં જીવને, દુઃખનો છે” સાધુનિર્ણય કરી સંયોગને છોડી શકે છે. માટે એને અનુભવ થાય છે અને મગ્ન બની શકે છે. * લોકની અંદર જ પ્રકારે સુખ કહેવાય છે. (1) વિષયનો સંયોગ તે સુખ (2) વેદનાનો અભાવને સુખ (3) વિપાકનું સુખઃ પુણ્યના ઉદયથી અનુકૂળ સંયોગોની પ્રાપ્તિ તે સુખ. જે સુખ નથી અને તેને સુખ માન્યું તે મિથ્યાત્વનું મોટામાં મોટુ દુઃખ પાપોદય છે. (શુભ ફળ -પુન્યનો ઉદય થાય.) (4) મોક્ષનું સુખ-પ્રથમના ત્રણ લૌકિક સુખમાં ગણાય -જે જીવને સંસારમાં - સંસરણ કરાવે છે. (રખડાવે) સમ્યગ્દષ્ટિ આત્મા પુણ્ય અને પાપ બન્ને ને કાઢવા માટે સામગ્રીનો ઉપયોગ કરે, પુરુષાર્થ એમાં જ કરે. ચોથુ મોક્ષનું સુખ - મોઢામાં છે જ્યારે પ્રથમનાં 3 સુખ હૈયામાં છે. જેઓ પ્રથમ ત્રણ સુખ નહીં પણ દુઃખ છે એમ જે માને તે આના ઉદયમાં પણ સુખનો અનુભવ કરી શકે. જે આત્મા તત્ત્વમય બની નિજગુણમાં મગ્ન બને છે તે વિષયોની હાજરીમાં પણ તે વિષયોને અનુભવતા નથી એવા સ્કુલભદ્ર મુનિ 84 ચોવિશિ સુધી નામથી અમર થયા. બ્રહદત્ત ચક્રવર્તીના પૂર્વભવમાં ચક્રવર્તીના સ્ત્રી રનના વાળની લટ સ્પર્શી ગઈ તોનિયાણું કર્યું કે મારા ચારિત્રના પ્રભાવે આવું નારીરત્નમને મળે. જે સાધના મોક્ષ અપાવે એવી હતી તે સાધના એક નારીની પાછળ ખર્ચ નાંખી. જો વાળની લટમાં જીવ આવો લુબ્ધ બને તો અંગ અને ઉપાંગ ના સ્પર્શમાં જ્ઞાનસાર // 106