________________ ચારિત્ર-ધર્મની સાધના એટલે શું? - યોગમાં રહીને અયોગી બનવાની, રૂપમાં રહીને અરૂપી બનવાની અને જડમાં રહીને જીવરૂપ બનવું એ મહાન સાધના છે. પુણ્યાનુબંધી પુણ્યને કારણે અર્થાત્ ગુણના અનુબંધના કારણે અનાસક્ત ભાવપ્રગટ થયો એટલે સંતોષ સુખનો અનુભવ થાય. નિકાચિત ભોગાવલી કર્મના ઉદયમાં જીવ સમતા સુખનો પુઢષાર્થ કરી શકતો નથી. એ ખતમ થયા પછી જ આત્મા પોતાનો પુરુષાર્થ કરી શકે છે. તપ-ત્યાગ-સંયમથી સાધુનું પુણ્ય વધ્યું પણ એ સાવધાન રહે તો ચારિત્રછોલાય માટે જ ખાંડાની ધાર પર ચાલવા કરતા કઠીન કહ્યું છે. શુભ ભાવ પણ હેય છે પણ ગુણ ઉપર બહુમાન છે માટે એટલા પુરતો ઉપાદેય છે. નિશ્ચયથી તો એ પણ હેય જ છે. પુણ્ય અને પાપ બંને મૂળથી જશે ત્યારે જ આત્માનો મોક્ષ થશે. સારા વિષયોનો ભોગ કરી રહ્યો હોય તે વખતે સમ્યગ્દર્શનના કારણે આત્મા દુઃખની પ્રતિતિ કરે છે. બહાર ગરમીમાંથી આવ્યા અને NCની ઠંડક મળી ત્યારે સમ્યગ્દષ્ટિ આત્માવિચારશે આ સુખરૂપ નથી છતાં તેમાં જે સુખ લાગે છે તે મોહનીયના ઉદયના કારણે છે. સમ્યગ્દર્શનના કારણે જ્ઞાનનિષ્પક્ષ બન્યું તેથી એ ખોટું સુખ માણી રહ્યો છે, એવી જાગૃત્તિના કારણે અનુબંધ નહીં પડે ને જેવો મોહનીય નો ઉદય ખતમ થશે એટલે એ તરત જ પશ્ચાતાપમાં પહોંચી જઈ ને રસને તોડતો જાય છે. “અલ્પ બંધને નિર્જરા વધુ કરે. સંસારનું સુખ ગુમાવ્યા વિના આત્માનું સુખ મળતું નથી. રાગનો જે પર્યાયતે ઈચ્છામાંથી શરુ થાયને મચ્છમાં પૂર્ણ થાય. એ વખતે જો આયુષ્યનો બંધ થાય તો અવશ્ય સમૂછિમનોજ બંધ થાય. મૂર્છાભાવ જ્ઞાનની કોઈ જ શુદ્ધિ નહી. ઉપયોગ ન કર્યો માટે અંતરાય બંધાયો એટલે સંમૂચ્છિમ અવસ્થા મળે છે. “તત્વાર્થ સૂત્ર' વિષયોમાં સુખબુદ્ધિ લાગે ત્યાં સુધી આત્મામાં સમ્યગ્દર્શન નથી. સાધુ “સ્વ” માં હોય તો જ સુખી. સ્ત્રીનો - જ્ઞાનસાર // 104