________________ કારેણ સંદિસહ ઈરિયાવહિયં પડિકક્ઝામિ? ગુરુ કહે “પડિકમેહ' પછી ઈચ્છે કે તહરિ બોલાય આમાં જે સ્વીકાર કર્યો તે સમ્યગ્દર્શનનો પરિણામ આવ્યો. ચૈત્યવંદન કરતી વખતે ચૈત્ય તરીકે આત્માનો ઉપયોગ અને આસ્તિક્ય નો પરિણામ એટલે સમ્યગ્દર્શન છે. અહીંથૈત્યવંદનમાં ચૈતન્યદેવ અને ચેતન એવો પોતે બને ગાયબ હોય તો આ ક્રિયા કેવી કહેવાય? સ્વરૂપના ઉપયોગ વિના એકે વાત ઘટવાની નથી અને ઉપયોગ આવ્યા પછી તે વાત ઘટ્યા વિના રહેવાની નથી. આ સમજ હોય તો નાનકડું સૂત્ર પણ કેવળજ્ઞાન પ્રગટાવવા સમર્થ છે. ક્ષમાશ્રમણને વંદન શા માટે? નિષેધ -ઈચ્છા રોધે સંવરી - ઈચ્છાના રોધની શક્તિ પ્રગટે માટે ક્ષમાવંત એવા શ્રમણને વંદન કરવાનું છે. ક્ષમા એટલે ક્રોધાદિ કષાયનો અભાવ શ્રમણ એટલે પાંચે ઈન્દ્રિયોના વિષયોથી પરામુખ બનેલો આત્મા - વર્ણ-ગંધ-રસ-સ્પર્શની સુખ તરીકે ક્યાંય પસંદગી ના કરાય સંયમ રક્ષા અર્થાત્ આત્માની સમાધિની રક્ષાનું લક્ષ રાખીને સાધનામાં સાધન તરીકે સહાયક બને તેટલો જ ઉપયોગ કરવાનો. વંદન કરનાર ઈચ્છા વ્યક્ત કરે છે. ક્ષમાને ધારક એવા શ્રમણ બનવાનું છે. નિષેદ્ય કોનો? ક્ષમા ને શ્રમણપણું આ સિવાયની કોઈપણ ઈચ્છા હવે મારામાં ન જોઈએ. હવે ‘વંદન ક્યાં? જ્યાં આ ગુણ રૂચિ છે ત્યાં આવા ઉપયોગમાં રહીને જ્યારે મસ્તક નમે ત્યારે મોહનીયનો ક્ષય કરે ત્યાં જ એને સાધુત્વની પ્રાપ્તિ થઈ જાય. વિશેષાવશ્યક માં જણાવ્યું છે કે શીતલતા, કોમલતા, સ્નિગ્ધતા, મૃદુતા જેમાં વધારે છે તેમાં જીવને સુખનો આભાસ થાય છે, એટલે આપણે એને જ પકડીએ છીએ. બોલવામાં પણ જે ઝીણું અને મીઠું બોલે એની સાથે આત્મા વ્યવહાર કરે છે પણ એને કડવું બોલે એની જોડે એ રહેવાનું પસંદ નહીં કરે - એટલે જ મોક્ષ માર્ગ દુર્લભ કહ્યો છે. આત્મા જ્યારે યોગમાંથી છૂટીને ઉપયોગમાં આવશે ત્યારે જ મોક્ષયોગ બનશે નહીંતર એ સંસારયોગ જ બનશે. જ્ઞાનસાર // 103