________________ ગાથાર્થ જ્ઞાન મગ્નનું સુખ મુખથી કહી શકાય એમ નથી. એના સુખની પ્રિયા આલિંગન ના કે ચંદનવિલેપનના સુખ સાથે સરખામણી થઈ શકે એમ નથી. ઉપરોકત ગાથામાં બે ભૌતિક સુખો બતાવ્યાઃ (1) સ્ત્રીના દેહના સ્પર્શનું અને ચંદનાદિ પદાર્થોનાવિલેપનનું. આ બંન્નેમાં સ્પર્શનું સુખ-શીતલતા, કોમળતા, સ્નિગ્ધતાનો સીધો સ્પર્શ ચામડીને થાય છે. સંસારીજીવોને ચામડીના સ્પર્શનું પૌદ્ગલીક સુખ સૌથી વધારે છે. આ સુખ રૂપી છે. જ્ઞાનનું સુખ સૌથી સાધુને વધારે છે, અને એ અરૂપી છે. જ્ઞાનનો સ્પર્શ સીધો આત્માને થાય છે અને આનંદની જે અનુભૂતિ થાય એ સ્વાધીન સુખ છે એટલે જ સાધુ સુખી. આતમ અર્પણ વસ્તુ વિચારતા, મતિ ભ્રમ ભેદ ટળે સુજ્ઞાની, પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદધન રસ પોષ સુશાની...” શરીર - આત્મ ભેદ પકડાય પછી સંયોગને ભેદી નાખવાના છે તો જ સુખ મળે. સુત્રની પરાવર્તના લયબદ્ધ, ઢબસર ચાલે ને જો આનંદ આવે તો તે સ્વાધ્યાય કષાયના ઘરનો છે. પણ સાથે અર્થનો ઉપયોગ હોય તો નિર્જરા કરાવશે, તો આનંદની અનુભૂતિ થશે. સિદ્ધિ પ્રગટ ન કરી શકાય તેમ હોય ત્યાં સુધી જ સાધનનો ઉપયોગ જરૂરી. શુકલ - ધ્યાન શ્રત આલંબન, એ પણ સાધના દાવ.” દીક્ષા એટલે પ્રકૃષ્ટ સ્વાધ્યાય યોગ. સાધુએ સતત જ્ઞાન ઉપયોગમાં રહેવાનું. સવારના સઝાય કર્યા પછી નવકારનાં ઉપયોગનો કાઉસગ્ન કરવાનો છે. તમામ યોગો જ્ઞાન ઉપયોગમાં રહી શકવા માટેના છે. સ્વાધ્યાય એટલે સાધુને સતત સ્વનું અધ્યયન કરવાનું છે. તો એ બધી જ નિર્જરા કરી શકે છે. * દાંડો શા માટે રાખવાનો? વર્તમાનમાં મન-વચન-કાયા રૂપી ત્રણ દંડ છે માટે વ્યવહારથી શરીરની રક્ષા માટે દાંડો છે તે વ્યવહારથી ને નિશ્ચયથી 3 દંડથી મુક્ત થવા માટે નો સતત ઉપયોગ રહે. જ્ઞાનસાર // 101