________________ પોતાની ઈન્દ્રિયો અને યોગોને અંકુશમાં રાખશે. વિષયોના સંયોગોમાં મોહન ભળી જાય તેની કાળજી લેશે. જ્ઞયનો માત્ર જ્ઞાતા બની વિષયોને વિલિન કરી દેશે. વિષયો અને કષાયોથી અટકવું તે જ મહત્ત્વનું છે તો જ સંયમ સ્થાનોની વૃદ્ધિ થશે અને આત્માનંદની અનુભૂતિ થશે. પ્રભુ જ્યારે સંયમ લે છે ત્યારે ૪થાથી સીધા ૭મે ગુણસ્થાનકે પહોંચે છે કેમ કે વિશિષ્ટ સંવેગપૂર્વક -વીર્ય ઉછળે છે તેમ આત્મ-સંયમી એવો સાધુ ક્રમ-અક્રમ કરી અસંખ્ય સંયમ સ્થાનોને વટાવી જાય છે. લોકમાં રૂપીનું નાશવંત સુખ છે જ્યારે અધ્યાત્મ જગતમાં અરૂપીનું શાશ્વત સુખ છે. જેને પોતાના આત્મસ્વરૂપનો સર્વજ્ઞ પ્રમાણે નિર્ણય થઈ ગયો છે અને તેને જ હવે પકડી લીધુ છે તેજ જ્ઞાનાનંદના નિર્મળ - નિર્ભેળ નિરૂપમ આનંદને અનુભવશે. અનુભવ એ કહેવાની વસ્તુ નથી અનુભવવાની વસ્તુ છે. સ્વગુણોના સ્વાદને જીવ જાતે જ માણી શકે. જેણે આત્માના સુખને અનુભવ્યું નથી તેને સમજાવવા માટે સ્ત્રી આલિંગન અને ચંદનની ઉપમા આપવામાં આવી છે. વાસ્તવમાં આત્માનું સુખ કોઈપણ જાતની ઉપમા વગરનું અપાર - અમેય સુખ છે. પુણ્યથી મળતુફળતમામદુઃખરૂપ છે. સમ્યગ્દષ્ટિ આત્મા તેને છોડવા જ ઈચ્છે છે પણ છોડી ન શકે તો પશ્ચાતાપ થાય.પુણ્યનો ઉદય સ્વભાવદશાને આવરે છે પણ જો પુણ્યની સહાય લઈ આત્મ - સ્વભાવ પામવાનો પુરુષાર્થ કરો તો લાભ થશે. પુણ્ય -પાપરૂપ સંયોગ જ્યાં સુધી છુટતો નથી ત્યાં સુધી જીવ અવ્યાબાધ સુખને પામી શકતો નથી. પર - આશંસા વગરનું પુણ્ય પ્રશસ્ત છે - જે આત્મસ્વભાવ પ્રકટ કરવામાં સહાયક છે. પર આશંસા વાળુ પુણ્ય અપ્રશસ્ત છે જે સંસાર ભ્રમણ જ કરાવે છે. ૭મે ગુણઠાણે તો મોક્ષની પણ આશંસા નથી. ગાથા: 6 જ્ઞાનમગ્નસ્ય વચ્છર્મ, તદ્ વકતું નૈવ શક્યતે | નોવમેય પ્રિયાશ્લેષે નાં પિ તશ્ચન્દનદ્રઃ .. જ્ઞાનસાર || 100