________________ 4 થા ગુણઠાણે હું આત્મા છું' નો ભાવ છે, એ મય થવા માટે આ ગુણઠાણું છે. સ્ત્રીનો દેહ અને ચંદન બન્ને ઔદારિક દેહ છે. છતાં સ્ત્રી દેહમાં મૃદુતાનો ગુણ છે અને ચંદનમાં શીતલતા અને સુગંધ છે, આત્માને આ જ્ઞાન થયું છે. પરંતુ મોહના કારણે પોતે સુખ માણી રહ્યો છે એવું તેને સતત થાય છે એ જ મોટી ભ્રાંતિ છે એ જ મોહની વિશેષતા છે. હકીકતમાં એ વખતે જીવને ભયંકર પીડા થાય છે. વિપરીત સ્વભાવવાળા ભેગા થાય ત્યારે પીડા જ થાય. પણ ઉપયોગ ભોગમાં હોવાથી એને પીડાદેખાતી નથી. અનુભવાતી નથી. કારણ મિથ્યાત્વનો ઉદય છે. રતિનો પરિણામ થાય છે. વિપર્યાસના કારણે એને ભાવિમાં પણ સમતા ન મળે -પીડા મળે એવું કર્મ બાંધે છે. આમાં દેહનો સ્પર્શ થાય છે તે મોહ ઉત્પન્ન કરાવે છે જ્યારે જ્ઞાન આત્માને સ્પર્શે છે તે નિરવધિ આનંદ પ્રાપ્ત કરાવે છે. “સ્વ” થી સહજતા મળે ને “પર” થી કૃત્રિમતા મળે. જેને આત્મ સુખની જાણ નથી - અનુભવ નથી એવા લોકો જ સ્ત્રી - ચંદનાદિમાં સુખ માને છે. જેને અશાતામાં અનાદર તેને સમતામાં પણ અનાદર છે. સમતા આદરણીય છેને આનંદ એનું સ્વરૂપ છે. “શાતામાં છું એની જગ્યાએ આનંદમાં છું એવો જવાબ આવવો જોઈએ. શાતામાં છો? એ વ્યવહાર ભાષા થઈ પણ ઉપયોગમાં રહેવું જોઈએ કે શાતા હેય છે. શુધ્ધ “ઉપયોગ વિનાનો યોગ એ સંસાર છે” યોગ અને ઉપયોગ બન્ને 13 માં ગુણઠાણા સુધી રહેશે. યોગની સહાયથી શુધ્ધ ઉપયોગમાં રહેવાનું છે. ૧૩માથી માત્રશુધ્ધ ઉપયોગ જ રહેશે. સ્વાધ્યાય એટલે શું? સ્વસ્ય અધ્યયન- સ્વાધ્યાયમાં જીવે આત્માના અધ્યયનમાં રહેવાનું છે. અર્થાત્ આત્મામાં રહેલા જ્ઞાનાદિગુણોમાં સ્વાધ્યાયના આલંબને રમવાનું છે. સ્વાધ્યાય-સંયમ રતાનામ્. કોઈપણ ક્રિયાની શરૂઆતમાં ખમાસમણું આપવાનું પછી ઈચ્છા. જ્ઞાનસાર // 102