________________ લાગે ગુરુએ જે રીતે જીવન જીવ્યું છે ને જે રીતે સમતામાં રહેવાનો પુરુષાર્થ કરવા જીવન પૂર્ણ કર્યું છે એ જોઈને આનંદ થાય કે મહાપુરુષ ખરેખર! જીવન જીવી ગયા. ભાવ એ રૂપી છે માટે જ કર્મનો બંધ કરાવે છે અને સમ્યગ્દર્શનનો પરિણામ મોહના ક્ષયાદિના કારણે નિર્જરા જ કરાવે અરૂપી દ્રવ્ય નિર્લેપ જ હોય તેથી તે બીજા દ્રવ્ય સાથે કદી જોડાય નહી. આકાશ આધાર આપે છે, તેથી તેમાં બધુ જ સમાઈ જાય છતાં આકાશ નિર્લેપ છે. આત્મા પણ અરૂપી છે - નિરંજન - નિરાકાર છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, જીવ, પુદ્ગલાસ્તિકાયાદિના કારણે લોક અને અલોકનો ભેદ છે, નહીં તો બન્ને વચ્ચે ભેદન રહેત. આખો 14 રાજલોકવણાઓથી ભરેલો છે માટે લોકનો આકાર પડે છે. આકાર ધર્મ માત્રપુગલવણાનો છે. સંતોષનો પરિણામ એ તૃપ્તિનો આરંભકાળ છે અને ઈચ્છાનો પરિણામ એ તૃષ્ણાનો આરંભકાળ છે. ઈચ્છામાંથી આત્મા મૂચ્છમાં પરિવર્તન પામી જાય છે. મોહના કારણે - જ્ઞાન ચેતના મૂચ્છિત થઈ જાય છે તેથી બાકીનું બધુ ઉંધુ જ ચાલે છે. દ્રવ્ય પીડા (શાતા - અશાતા) માં આત્મા સમતામાં રહી શકે છે પણ મોહની ભાવ પીડામાં આત્મા વ્યાકુળ બની જાય છે, દુઃખી બની જાય છે. તૃષ્ણા વિભાવ - સ્વભાવવાળી છે. તૃષ્ણાના ત્યાગથી જ આત્માને પોતાના સુખની પ્રાપ્તિ થાય માટે આત્માએ પરનો (ચારે બાજુથી) પરિત્યાગ કરવાનો કહ્યો છે. વિભાવદશા આત્મસુખ ભોગવવામાં બાધક બને છે. જ્ઞાનાદિ ગુણ રૂપે જે ધન છે તે મારું છે પણ સંસારનું ધન મારું નથી એ નિર્ણય કરવાનો છે. કારણ પરમાં પોતાપણાનો આરોપ જે મિથ્યાત્વના ઉદયથી અનાદિથી થયેલો છે તેને હવે ફેરવવાનો છે. પરમાત્માની એક આજ્ઞાની પ્રતીતિ થઈ જાય, વિકલ્પવિના સ્વીકાર આવે તો પછી પરમાત્માની દરેક આજ્ઞાનો વિકલ્પવિના સ્વીકાર થઈ જાય. જ્ઞાનસાર // 34