________________ છે એ બીજામાં જતા નથી. માટે નિષ્ક્રિય છે કોઈપણ ક્રિયા કરી શકતા નથી જ્યારે આત્મા સક્રિય છે માટે કર્તાપણું આવ્યું. તો તે સક્રિય ક્યાં બને? પોતાનામાં જ સક્રિય બની શકે. નિશ્ચયથી ક્રિયા એ આત્મ-વીર્યનું આત્મામાં પ્રર્વતન છે અને વ્યવહારથી મન-વચન-કાયાનો વ્યાપાર તે જ ક્રિયા છે. જ્ઞાન ચેતનામાં આત્મ-વિર્ય ભળે છે તેના દ્વારા જેટલી નિર્જરા થાય તેટલો ક્ષયોપથમિક ભાવ અને સંપૂર્ણ કર્મનો ક્ષય થઈ જાય ત્યારે તે ક્ષાયિક ભાવે બની જાય છે. ગાથા-૪ પરબ્રહ્મણિ મગ્નસ્ય, શ્લથા પૌગલિકી કથા ફિવામિ ચામીકરોન્માદાઃ મ્હારા દારાદરાઃ કુવ ચ ગાર્નાર્થ પરમાત્મ સ્વરૂપમાં લીન થયેલાને પુદ્ગલની વાત નિરસ લાગે છે. જીવોને ચિત્તમાં ઉન્માદ કરનારુ ધનનું અભિમાન ક્યાંથી? અને સ્ત્રી વિશે આદર પણ ક્યાંથી હોય? જે વસ્તુ સામે છે - રૂપ કે રત્નોના ઢગલા એનું અવલોકન કરવું અને એ પણ પુદ્ગલ જ છે એમ જાણવાનું છે. જ્ઞાનના આનંદમાં ડૂબવાનું છે. “જ્ઞાનાનંદે પૂરણ પાવનો, વર્જિત સકલ ઉપાધિ' વિકલ્પો ઉઠે તો ભ્રમણતાને વિકલ્પ ન રહે તો રમણતા. અવલોકન એ આત્માનો સ્વભાવ છે. અવલોકન કરતા આપણી દૃષ્ટિ સર્વજ્ઞ જેવી બનતી જાય તેમ તેમ રાગ-દ્વેષનો છેદ કરતી જાય - અને આનંદ પ્રાપ્ત થતો જાય. | વિકથા કરીને જગતમાં કર્મધન પ્રાપ્ત કરતો જાય અને આત્મ-ધન એનું લુંટાતું જાય. આત્મા પર વસ્તુનું ગ્રહણ પણ કરી શકતો નથી ને ભોગવી પણ શકતો નથી અને જો ભોગવવા જાય તો માત્ર ને માત્ર પીડા જ ભોગવે છે અને ભવિષ્યમાં પણ પીડા જ ભોગવવાની આવે છે. આત્મા પરને કેમ ભોગવી ન શકે? કારણ આત્મા અરૂપી છે. અરૂપી - અરૂપીને ભોગવી શકે પણ રૂપીને ભોગવી ન શકે આ નિર્ણય કરવાનો છે. આત્મા માત્ર જ્ઞાનને જ ભોગવી શકે છે કારણ તે અરૂપી છે. જ્ઞાનસાર || 5