________________ પુદ્ગલોના બે મોટા આકર્ષણોઃ (1) આકાર અને (ર) રૂપાદિ પુદ્ગલાનંદી જીવોને આ ગમે છે જ્યારે મુનિઓને “સ્વ” માં રમણતા જ ગમે છે તેથી પોતાના સ્વભાવમાં તે જ મગ્ન બની શકે છે કે જે પરથી પર બની શકે છે જ્યાં સુધી પુદ્ગલની (શરીર) ની અંદર રહેલા અરૂપી આત્મસ્વરૂપને નહીં નિહાળીએ ત્યાં સુધી આત્મરમણતા નહીં આવે. જગતના અવલોકનમાં મોહ ભળે છે આથી રમણતાને બદલે ભ્રમણતા વધે છે. જીવ જ્યારે પોતાના અરૂપી આત્મપ્રદેશોને જોશે ત્યારથી મોહથી રહિત થશે. રૂપને ન જોવું તે જ અરૂપી દશા. જેવુંઆકાશ તેવો જ આત્મા. જે જે વસ્તુ અરૂપી છે તેને આકાર નહોય પણ તે નિર્વિકાર હોય. તેથી યોગીઓ આકાશનું ધ્યાન ધરે છે. તેનાથી આત્મા વિશાળ, નિઃસંગ અને નિર્વિકાર બને છે. સિદ્ધસ્વરૂપનું ધ્યાન આત્માને નિર્વિકાર બનાવે છે, આનંદની અનુભૂતિ કરાવે છે. આકાશ જેમ નિર્લેપ અને નિર્વિકારી છે તેમ આત્મા પણ તેવો જ છે. પણ આત્મા આકાશની જેમ શૂન્ય નથી પણ પૂર્ણાનંદથી ભરેલો છે. આત્મામાં રમણતા ક્યારે આવે? પરમાત્માના ગુણોની સ્વરૂપ - રમણતામાં ડુબશે તો જ તેમના ગુણોમાં મગ્ન બનશું. અરૂપી એવા આત્મપ્રદેશોને જ્ઞાન-ચેતના જ પકડી શકશે. આત્મા જેમ જેમ પોતાને સમ્યક રીતે અવલોકશે ત્યારે તે પરથી અર્થાત્ કાયાથી પણ છૂટો થતો જશે. કાયાનો સાખીઘર રહ્યો, કાયામાં સાક્ષી ઉદાસીન ભાવે રહે. આત્માનું સૌંદર્ય જેને અનુભવવા મળે તેને જગતનું સૌંદર્ય સાવ ફીકુ લાગે. કાયા છે તો શાતા - અશાતા પણ છે જ પણ તેમાં રતિ - અરતિ કે ભોક્તા ભાવે નહીં રહેવાનું તેના વર્ણ-ગંધ-રસ સ્પર્ધાદિ પુદ્ગલોને સાક્ષી ભાવે જોઈ તે કર્મોને પણ ખપાવી દેવાનાં છે. આપણી આજુબાજુ જ્યાં જુઓ ત્યાં પર” વસ્તુ જ છે. તેની વચમાં જ રહેલા યોગી પુરુષો તે રૂપી દ્રવ્યમાં રતિ ન પામતા અરૂપી માં જ એકાકાર બની ગયા તેથી સ્વ - સ્વભાવને પામી ગયા. પુલસ્નિગ્ધ છે- મોહ પણ સ્નિગ્ધ છે આથી જ તે રાગને જન્માવી જ્ઞાનસાર || ૭ર