________________ ગ્રહણ કરવાનો ભાવ ઉભો થાય છે પણ તેને ખબર નથી કે આ વસ્તુઓ અનંતીવાર ભોગવવા છતાં સંતોષ થયો નથી કેમ કે તે વસ્તુઓ વિનાશ પામવાના સ્વભાવવાળી છે. તેથી જ આત્મગુણોની પ્રાપ્તિમાં જ આશ્ચર્યનો ભાવ -પરમ આહલાદનો ભાવ કેળવવા જેવો છે. પર કોણ? 18 પાપસ્થાનક એ “પર” છે. સ્વ કોણ? 14 ગુણસ્થાનકને પણ વટાવી પૂર્ણ સ્વરૂપને પામેલો શુદ્ધ એવો સિદ્ધાત્મા, સાધુ બનીને શું કરવાનું છે? આત્માના આનંદની સતત અનુભૂતિ કરવાની છે. સાધુપણામાં કહ્યું છે કે 'સઝાય સમો નહિ તવો' - સ્વાધ્યાયસર્વજ્ઞ દષ્ટિનો અધ્યાય (અભ્યાસ) આત્મામાં આનંદની અનુભૂતિ કરાવે છે. ઉદાસીન ભાવે રહેવું એટલે શું? રાગ-દ્વેષથી પર રહેવું અર્થાતુ રતિ - અરતિમાં જતા મનને અટકાવવું.જેનામાં સર્વજ્ઞ દૃષ્ટિ વસી ગઈ તેને “પર” પ્રત્યે ઉદાસીન ભાવ પ્રગટે. મોહ હણે - જ્ઞાન ભણે - વિભાવ ટળે તો મળે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ. રાજસ - તામસ ઈચ્છા જીવને પરભાવ માં લઈ જાય જ્યારે સાત્વિક ઈચ્છા જીવને સ્વ સ્વરૂપમાં કેન્દ્રિત કરે છે. આત્માએ પોતાના સ્વભાવમાં રહેવું તે મોટી આશાતના છે. મોહનું આવરણ -સ્વભાવમાં ન જવાદે તેથી મોહથી નિરાવરણ થવુ. એ મુખ્ય કર્તવ્ય છે. તે માટે સ્વેચ્છાનો ત્યાગ જરૂરી. તેથી સાધુ માટે ગુરુ નિષ્ઠા પરમ તપ, સાધુ માટે તો ગુરુ પ્રત્યે સમર્પણ ભાવ એ જ પરમ તપ છે. કેમ કે કોઈ વિકલ્પ નથી ગુરુ કહે એ જ તહત્તિ છે. પોતાની કોઈ ઈચ્છા નહિ. સાધુ ખાવા છતાં તપસી - હવે વિષયો સંબંધી બધી ઈચ્છા વિરમી ગઈ છે અને ઈચ્છાને સ્વભાવ પ્રાપ્તિ માં જોડી દીધી છે - તે જ શ્રમણ છે - તે જ તપસી છે. - અનુકુળ પુદ્ગલોની ઈચ્છા કરી તેમાં સુખ રુપે લાગણી ઉભી કરવી તેનું નામ ભોગ. જ્ઞાનસાર // 74