________________ મુનિ ચાર કારણે વસતિની બહાર જાય: મુનિ ઊઠે વસતિ થકી પામી કારણ ચાર, જિન દર્શન, ગ્રામાતર કે આહાર, નિહાર " ચાલવું પડે તો પહેલો વિચાર કરે - શા માટે ચાલવું છે? 4 કારણથી - (1) જિનદર્શન (2) રત્નત્રયીની આરાધના માટે ગ્રામાંતર(૩) આહાર (4) નિહાર પરમ ચરણ સંવર ધઢજી સર્વ જાણ જિન, શુચિ સમતા ઢચિ ઉપજે જે મુનિને ઈઢા” “રાગ વધે સ્થિર ભાવથી, શાન વિના પ્રમાદ, વિતરાગતા ઈહીતાજી, (ઈચ્છ) વિચરે મહાભાગ.” ખાવું પીવું ચાલવુ વિગેરે બધું વિતરાગતા પામવા માટે જ કરવાનું છે. એ સિવાય ખાવુપીવુ પાપ માને. “શાને ચપળતાપણું કરે છે, અનુભવ સુખ રાય, જ્ઞાન - ધ્યાન - સજઝાયમાંજી, સ્થિર બેઠા મુનિરાય” આત્માએ નિશ્ચયથી ભયનું દાન કરવાનું છે ને આત્માને અભયદાન આપવાનું છે. અભયદાનનું મુખ્ય કારણ “ગુમિ છે જ્યારે મુનિ ગુણિમાં નથી રહી શકતો તો સમિતિનું પાલન અપવાદે કહ્યું. યોગ છે તેની સાથે મોહ છે ત્યાં સુધી ભય છે. સ્વ માટે જ અયોગી બનવાનું છે અને દીક્ષા લઈને અયોગી બનવાની સાધના કરવાની છે. ઉત્સર્ગનું સામર્થનથી ને અપવાદનું સેવન કરે એ ઉત્સર્ગનું જ પાલન કરવા જેવું છે. એ સમજ હોય તો સમ્યગ્દર્શનનો પરિણામ જીવતો છે. ઉત્સર્ગમાં સિદ્ધ થવાના લક્ષનો સતત ઉપયોગ રહેવો જોઈએ. “સ્થિરતા' એ સિદ્ધનો ગુણ છે. આપણે એ ગુણને પ્રગટ કરવાનો છે અને કાઉસગ્નમાં રહીને એ સ્વભાવને કેળવવાનો છે. સ્વાધ્યાય-પરાવર્તના વિ. અનુષ્ઠાનો પણ તેના માટે જ છે. જ્ઞાનસાર // 79