________________ રાખે. દાનાદિ વિગેરે બાહ્યને મિથ્યાત્વાદિ અત્યંતર પરિગ્રહી કહ્યા. “આ મારું છે” એવી જે બુદ્ધિ તે પરિગ્રહ. આ મારું શરીર છે એ પહેલો પરિગ્રહને પહેલું મિથ્યાત્વ શરીરમાંથી આપણું મન કેટલુ ઉછ્યું? એ ઉઠતું નથી માટે આત્માનુભૂતિ થતી નથી. શરીર -ઈન્દ્રિયોથી પર થઈને આત્મગુણોના ગુંજારવમાં ડૂબી જવું એવું આપણે કરી શકીએ છીએ? હા, પણ નથી થતું. જો શરીર પણ મારું નથી તો બીજુ તો શું મારું છે? પાત્ર, પરિવાર, વસતિ વિ. ને મારા કેમ કહેવાય? ન કહેવાય. “આતમ સત્તા એકતા પ્રગટે સહજ સ્વરૂપ, તે સુખ ત્રણ જગત મેં, ચિદાનંદ ચિદરૂપ.” જ્યારે આત્માના સત્તામાં રહેલા જ્ઞાન-સમ્યગ્દર્શન અને ચારિત્રની એકતા થાય પછી જ આત્માનું અક્ષત અરૂપી અવ્યાબાદ રૂપ શાશ્વત સુખ પ્રગટ થાય. “જ્ઞાન રસાયણ પાયકે, મિટ ગઈ પુદ્ગલ આશ, અચલ - અખંડ સુખમે રમું, પૂર્ણાનંદ પ્રકાશ.” સાધુ જાણે માને, તે પ્રમાણે વર્તે -એ ત્રણેયની અભેદતા આવે. જે રાખે પર પ્રાણને, દયા તસ વ્યવહારે, નિજ દયા વિણ પર દયા કુણ પ્રકારે.” સ્વોપકાર વિનાનો પરોપકાર અનર્થનું મૂળ છે. જ્ઞાન અંદરમાં પરીણામ ન પામ્યું તો ફૂટી નીકળશે -માનાદિ કષાયો ફાલી ફૂલશે.” જિન જિમ બહુશ્રુત - બહુજન સમ્મત, બહુ શિષ્ય પરિવારે પરિવારિયો તિમ તિમ જિનશાસનનો વૈરી, જો નવિ હોય નિશ્ચય દરિયો” (મહો. યશોવિજયજી.) જો નિશ્ચયરૂપ જ્ઞાન આત્મામાં પરિણામ ન પામે તો બાહ્ય બધો વ્યવહાર સંસાર સર્જક થાય. જ્ઞાનસાર // 87