________________ જોઈએ કે મારા એક આત્મપ્રદેશમાં જે અનંત સુખ છે તે લોકાલોકમાં પણ સમાય એવું નથી. મનમાં પહેલા જ આકિચન્ય લાવવાનું છે. બીજા નંબરે બ્રહ્મચર્યની શુદ્ધિ જોઈએ. સ્વાદિષ્ટ આહારનો ત્યાગને તપ. અરસ-નિરસ આહાર એટલે તપની શુદ્ધિ જોઈશે. જેમ જેમ આત્મા તપ કરતો જાય તેમ તેમ માન, લોભ, માયાવિ. જાય અને નમ્રતા- સંતોષ - સરળતા આવે તો તે તપનિર્જરાનું કારણ બને - આનંદનું કારણ બને. મૂળ મૂનિ જે આતમ ગવેષી-નકરે ગૃહસ્થનો સંગ’ સાધુ આત્મખોજ નો રસિયો હોવો જોઈએ એમાંથી જ રહસ્ય મેળવવા માટે એ ભીડથી દુર રહેશે. ને આત્માની ખોજ ને મોજ માણશે. સાધુપણાનું લક્ષ - મારે પ્રતિકૂળતા ને સહન કરવી અને બીજાને કઈ રીતે અનુકૂળ થઈને જીવવું. સાચી સમજણ હોય ત્યાં ફરીયાદન હોય તો સાચી આરાધના થાય 0 તેજોલેશ્યા અર્થાત ચિત્તનું સુખમુનિનું કેવું હોય છે? સુખ જ્ઞાનથી યુક્ત અને જ્ઞાન આનંદથી યુક્ત હોય તેથી સાધુનું ચિત્ત જ્ઞાનાનંદના સુખમાં મગ્ન હોય છે. જેમ જેમ ચારિત્ર પર્યાયની વૃદ્ધિ થતી જાય તેમ તેમ સુખની વૃદ્ધિ થતી જાય છે. પ-માં ભગવતી સૂત્રમાં જણાવ્યુ છે - જે આત્મામાં મગ્ન હોય તેવા સાધુને આવા પ્રકારનું સુખ ઘટે છે. જેનિગ્રંથ હોય જેને મમતાની ગાંઠ ક્યાંય બંધાયેલી ન હોય જેને છોડીને આવ્યા એમાં મારાપણાની બુદ્ધિ ન હોય અને જ્યાં મારાપણાની બુદ્ધિ છે. ત્યાં સહવર્તીઓમાંને પર્યાયોમાં ગાંઠ બંધાય. નામમાં ગાંઠ બંધાય. પત્રિકામાં બધાનું નામ આવ્યુ માત્ર મારું જ નહી - હું પણ જોઈ લઈશ અવસરે. વેશમાં ગાંઠ બંધાય, ઉપકરણમાં ગાંઠ બંધાય, જેણે આ બધા નામ વેશ ને ઉપકરણ વિગેરે થી પોતાને સાધુ માન્યો તેને આ બધામાં ગાંઠ (મમતા) બંધાય. વ્યવહાર ઔચિત્યથી કરે એને સાધુપણું જે અંદરમાં છે તેનું સંવેદન જ્ઞાનસાર || 90