________________ પૂર્વના કાળમાં સાધુના તપની જાણ દેવો - દુંદુભી વગાડીને કરતાં - કેમ કે સાધુનો તપ ગુપ્ત જ હોય તેની જાહેરાત નહોય. માટે જ વર્તમાનમાં દેવો પણ ભાગી ગયા કેમ કે સાધુ પોતે જ પોતાના ઉજમણાની તૈયારી કરાવે છે. સાધુઓએ સભામાં પ્રેમસૂરિમહારાજ મ.સા.ના ગુણ ગાયા.ત્યારે પ્રેમસૂરિમહારાજ સાહેબ મકાનમાં ખૂણામાં બેસી રડતાં હતા, કે અરે! મારામાં જરાય ગુણ નથી ને આ લોકો ખોટા વખાણ કરે છે. આ જ તો મહાપુરુષોની વિલક્ષણતા છે. પોતાના ગુણો પોતાને ક્યારેય ગુણરૂપે લાગે નહીં-હજુ ઘણું મેળવવાનું બાકી છે તેવું વિચારે - અત્યારે તોપ-રપ શિષ્યોના ગુરુ બની ગયા એટલે ગુણસંપન્ન બની ગયા!' નિર્મળ સુખના સ્વાદવાળી તેજો વેશ્યા છે. જે જ્ઞાન મોહનાવિગમથી નિર્મળ બન્યું તે જ તેમાં મગ્ન બની શકે છે. નિર્મળ જ્ઞાનમાં આનંદ ભળે એટલે આનંદમાં મગ્ન બને અને જો મોહ હોય તો પરમાં આસક્તિ પૂર્વક ભળે. આનંદમાં આત્મા -આત્માના પૂર્ણ ઉપયોગમાં હોય છે અને “પર” માં આસક્તિ પૂર્વક હોય ત્યારે પોતે જ પોતાનામાંથી ગાયબ હોય! રત્નત્રયી ની એકતા સિવાય “મન્નતા ઘટતી નથી. ક્રિયા તગત બનવી જોઈએ તેમાં જ્ઞાનનો પરિણામ જોડાય. * દર્શન ક્રિયાનો વ્યવહાર શા માટે? દરેક વસ્તુ સમજદારીપૂર્વકની હોય -ચિંતન પૂર્વકની હોય (જેમ કે ચાલવાનું કાર્યઆવ્યું દર્શન કરવા જવું છે ત્યારે એ વિચારે કે હું સત્તાએ સિદ્ધાત્મા છુંસિદ્ધોને તો કોઈ ક્રિયા કરવાની હોતી નથી તો આ ચાલવાની ક્રિયાયોગ કેમ આવ્યો? હુંસિદ્ધ શુદ્ધ આત્માનબન્યો માટે તું હજુ શુદ્ધ કેમ નથી બન્યો? કેમ કે તું અનુકુળતા નો રાગી છે. રાગને દૂર કરવા તારે વિતરાગના દર્શન કરવા જવાનું છે. આથી આદર્શનક્રિયાનો વ્યવહાર આવ્યો. આજ્ઞા-આક્રિયાયોગમાં મારે જ્ઞાનવડે સમતારસમાં લીન બનવાનું છે. ક્રિયાયોગમાં હોવા છતાં આત્મામય બની જવાનું છે તો જ ક્રિયાશુદ્ધ થાય જ્ઞાનસાર || 92