________________ દિવસમાં ચારિત્રના પર્યાયવાળો સાધુ કે જે જધન્ય ચારિત્રના પ્રથમ સ્થાન પર છે. ઈન્દ્રો પણ તેને વંદન કરે છે કેમ કે ચતુર્વિધ સંઘ સમક્ષ સંયમ ગ્રહણ કર્યું. સર્વ સંગનો ત્યાગ કર્યો અને બસ હવે શાસન જ મારું - શાસન પર બહુમાન ભાવ આવી જાય. સંપ્રતિ મહારાજા પૂર્વ ભવમાં ભિખારી હતા. ખાવા માટે સંયમ ગ્રહણ કર્યું. પછી જ્યારે વેદના થઈ ત્યારે ૧૦પૂર્વધર પણ તેમની પાસે બેસીને વૈયાવચ્ચ કરે. શેઠીયાઓ સેવામાં ખડે પગે તૈયાર. આ બધાથી સંયમ પ્રત્યે શાસન પ્રત્યે એટલું બધું બહુમાન આવી ગયું કે બીજા ભવે જન્મતાં જ 12 વર્ષનો દુષ્કાળ નાશ પામ્યો અને 2 વર્ષની ઉંમરમાં અશોક સમ્રાટના વારસદાર તરીકે સમ્રાટ બન્યા. સામ્રાજ્ય ત્રણ ખંડમાં વિસ્તર્યુ પણ સાથે રાજ્યની આશંસા ન ભળી! તેથી શાસનની પ્રભાવના ત્રણે ખંડમાં કરી પણ પોતાની પ્રભાવના ન કરી. જધન્ય ચારિત્રના પરિણામનો પ્રભાવ: 5- માં ગુણસ્થાનકથી ૧૦માં ગુણસ્થાનક સુધી ચારિત્રના જે પર્યાયો છે તે ક્ષયોપશમ ભાવવાળા છે કેમ કે ત્યાં મોહનો અંશ છે તેનો સંપૂર્ણ ક્ષય થયો નથી માટે એનેક્ષાયોપથમિક ભાવનું ચારિત્ર કહ્યું છે. ઉપશમ શ્રેણીમાં ૮માંથી 11 મે ઉપશમ ચારિત્ર હોય. પૂર્ણ ક્ષય થવાથી પૂર્ણતા પ્રગટ થાય. સર્વઆકાશ પ્રદેશોનો જે સમૂહ છે તેના કરતા અનંતગુણા ચારિત્રનો પ્રાદુર્ભાવ થાય તે પ્રથમ જધન્ય ચારિત્ર સ્થાન છે મોહનો સંબંધ તમામ સંબંધીઓ સાથે કાપી નાંખ્યો અને હવે તમામ જીવો સમાન છે આ મોટુ પરાક્રમ કર્યું. પોતાપણાનો ભાવતોડી નાંખ્યો - અનુમોદના પણ નથી. શ્રાવક પડિમાધારી હોવા છતાં પણ તેણે કાયમી સ્નેહ-સંબંધ કાપ્યા નથી અને અનુમોદનનું પાપ ચાલુ છે. જ્યારે સાધુએ કાયમ માટે સંબંધ કાપી નાંખ્યા અને પચ્ચખ્ખાણ લીધા, પરમાત્માની પરમ આજ્ઞાનો સ્વિકાર કરી લીધો. 5 માં ગુણઠાણે વચન જ્ઞાનસાર // 96